બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By એજન્સી|

આજે ચારેય ધર્મના પર્વનો સંગમ છે !

આજે આખું ગુજરાત ધાર્મિક તહેવારોની ઉજવણીમાં ફેરવાયું

PTIPTI

ગૂડ ફ્રાઇડે, હોળી, ઇદ-એ-મિલાદ અને નવરોજના શુભ સંગમરૂપી તહેવારોની ઉજવણીમાં કુદરતના કરિશ્માની જેમ ચારેય તહેવારો જાણે એકતાનો સંદેશો આપવાનો હોય તેમ એક જ દિવસે આવ્યા છે.. હિન્દુ ધર્મનું પર્વ હોળી, ઇસ્લામ ધર્મના સ્થાપક પયગમ્બર હઝરત મોહમ્મદ સાહેબની જન્ય જ્યંતી, ખિસ્તીઓનો ગુડફ્રાઇડે અને ઇરાનીઓ તથા પારસીઓનું નવરોજ ચારેય તહેવારની આજે અમદાવાદ સહિતગુજરાતભરમાં હર્ષોલ્લાસથી ઉજવણી થશે. દરમ્યાન આજે હોળી નિમિત્તે ધાણી, દાળીયા અને શ્રીફળની બજારમાં ખરીદી ઉધળી હતી. આજે એકજ દિવસે અલગ અલગ ધર્મના ચાર પર્વની ઉજવણી થનાર હોય અમર, અકબર, એન્થની અને પારસીનો સંગમ થયો કહેવાય.

આજે 21મી માર્ચે હિન્દુ ધર્મનું પર્વ હોળી, ઇસ્લામ ધર્મના સ્થાપક પયગમ્બર હઝરત મોહમ્મદ સાહેબની જન્મ જ્યંતી અને ખ્રિસ્તીઓનો ગુડ ફ્રાઇડે એટલે કે ઇસ્ટર અને પારસીઓનું નવું વર્ષ નવરોજ આ ચારેય તહેવારોની અમદાવાદ સહિતગુજરાતભરમાં હર્ષોલ્લાસથી ઉજવણી થશે. હોળીની ઉજવણી માટે શહેરભરમાં વિવિધ વિસ્તારોમાં ચાલતી તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે. ચોકે ચોકે હોળી પ્રાગટય થશે અને એ માટે આજે પર્વની પૂર્વ સંધ્યાએ જ છાંણા સહિતની સામગ્રી એકઠી કરી લેવામાં આવી હતી.

અમુક વિસ્તારોમાં ધજા - પતાકાથી ચોક શણગારવામાં આવેલ છે. હોળીમાં ધાણી -દાળિયા અને શ્રીફળ પધરાવવા માટે આજે સાંજથી જ બજારમાં ખરીદીનો માહોલ જામ્યો હતો. જયારે ઇદે મિલાદ નિમિત્તે પણ મુસ્લિમ સમાજમા અનેરો ઉત્સાહ જોવા મળે છે. આજે અમદાવાદ સહિત ગુજરાતભરમાં હર્ષોલ્લાસથી ઉજવણી થશે જેમાં ઠેરઠેર ઝૂલુસનું આયોજન કરાયું છે. એ પૂર્વે ગઇકાલ મોડીરાત પ્રસંગે તમામ મસ્જિદોમાં આખી રાત ઇબાદત થઇ હતી. પયગમ્બર સાહેબનો જન્મોત્સવ ઉજવવા મુસ્લિમ સમાજમાં ભારે થનગનાટ પ્રવર્તી રહ્યો છે.

આ ઉપરાંત ખ્રિસ્તી ધર્મનો પાવન દિવસ ગુડફ્રાઇડે પણ આજે જ હોવાથી ખ્રિસ્તી લોકોમાં પણ અનેરો ઉલ્લાસ પ્રવર્તી રહ્યો છે. જોગાનુજોગ કાલે ઇરાનીઓ અને પારસીઓનું નવરોજ પણ છે. આમ આજે એકજ દિવસે ચાર-ચાર તહેવારોનો સંગમ થઇ રહ્યો છે.