શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By

આ સાન્તાક્લોઝ શું છે?

શહેરના મુખ્ય માર્ગો અને ચાર રસ્તા પર સાન્તાક્લોઝના માસ્ક વેચતા બાળકોને એ પણ ખબર હોતી નથી કે આ સાન્તા શું છે? અને નાતાલ કેમ ઉજવાય છે. તેમના માટે સાન્તાક્લોઝ ખૂશીઓની ભેટ આપનાર નહીં પણ એક આજીવિકા સમાન છે. હજુ તો નાતાલને ઘણી વાર છે છતાં અમદાવાદના  અને જાહેર સ્થળોએ સાન્તાકલોઝના માસ્ક લઈને વેચાણ કરવા બેસી ગયા છે.
આ અંગે રસ્તા પર સાન્તાક્લોઝના કોસ્ચ્યુમ વેચતા દસ વર્ષિય અલ્પેશ  ભીલ કહે છે કે મે ક્યારેય સ્કૂલ નથી જોઈ કે નથી મને નાતાલ વિશે કશી ખબર, અમારો આખો પરિવાર છૂટક મજુરી કરીને ગુજરાન ચલાવે છે. મને મારા પપ્પાએ રસ્તા પર આ માસ્ક વેચવાનું કહ્યું છે જેથી હું છેલ્લા પાંચ દિવસથી અહીં સાન્તાક્લોઝના માસ્ક વેચી રહ્યો છું. આખા દિવસના અંતે હું સો રૃપિયા કમાઈ લઉ છું.

વધુમાં ગાંધીબ્રીજ પર માસ્ક વેચતી રૃપાબેન સરાણીયા કહે છે કે નાતાલ સુધી અમારો આ ધંધો ચાલશે. નાતાલ જેવી પતશે ત્યારે હું આ રસ્તાઓ પર રમકડા વેચીશ આખા વર્ષ દરમિયાન આવતા સિઝનેબલ તહેવારો મુજબ છૂટક ધંધો કરીને ગુજરાન ચલાવીએ છીએ. આ પર્વ અમારા માટે અનેક ઘણી ખુશીઓ લાવે છે.

રસ્તા પર સાન્તાક્લોઝ ના કોસ્ચ્યુમ વેચતા જે લોકો નજરે પડે છે તેમની પાસે કોઈ ફિક્સ વ્યવસાય નથી. જે તહેવાર આવે તે તહેવાર મુજબની વસ્તુઓ તેઓ વેચતા હોય છે.  આખા વર્ષ દરમિયાન ટોય વેચતા હોય છે.

સાન્તાક્લોઝનું શું મહત્વ છે. તેના વિશે સ્લમ વિસ્તારના બાળકને એક ટ્રસ્ટ સાથે જોડાયેલા યંગસ્ટર્સની ટીમ નાતાલના દિવસે પાર્ટીનું આયોજન કરશે તેમજ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ૨૦૦થી વધારે બાળકોને ગિફ્ટ પણ આપશે.

નાતાલ પર્વ આવતા શહેરમાં વિવિધ જગ્યાએ ક્રિસમસ ટ્રી દોરી સાન્તાક્લોઝનો કોસ્ચ્યુમ પહેરી શહેરના કેટલાક મોલ, કેફે, રેસ્ટોરન્ટ, સાબરમતી બ્રિજ વગેરે જગ્યાએ લોકોને આકર્ષવા અને ખુશીઓની ભેટ આપવાની તૈયારીઓ હાલથી જ શરૃ થઈ ગઈ છે. નાતાલ પર્વ વિશ્વના મોટાભાગના દેશોમાં ધામધુમથી ઉજવવામાં આવે છે. જેમાં શહેરના મોટાભાગના લોકો ભાગીદાર બને છે.


વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.