મંગળવાર, 18 ફેબ્રુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 10 ઑક્ટોબર 2016 (14:56 IST)

ગઢોડા ગામમાં આસોની નવરાત્રી ઉજવાતી જ નથી. ચૈત્ર મહિનાની નવરાત્રીનું મહત્વ

સાબરકાંઠા જીલ્લાના  ગઢોડા ગામમાં એવી પરંપરા છે કે લોકો આસો મહિનામાં નવરાત્રી કરતા જ નથી. ગામમાં ગમે તે જગ્યા એ જઈને આવો કોઈ જગ્યા એ નવરાત્રી જોવા નહી મળે. કારણ એક માત્ર કે ૧૯૬૨ના વર્ષમાં ચૈત્ર માસમાં આ ગામની સ્થાપના થઇ હતી અને ગામનું નામ પણ ગઢ ભવાની માતાજીના મંદિરના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આ કારણે ગામના લોકો આસો મહિનાની નવરાત્રી કરતાં જ નથી અને ચૈત્ર માસમાં નવરાત્રી કરવામાં આવે છે જ્યારે બાકીના લોકો માત્ર ચૈત્ર નવરાત્રી વિષે જાણતા માત્ર હોય. અન્ય મહત્વ જોવા જઈએ તો સ્થાનિકોના જણાવ્યા અનુસાર ચિત્રા નક્ષત્રમાં લોકો ગરમીના પ્રકોપથી બચવા માટે અને માતાની ઉપાસના કરવા માટે અહીં ચૈત્રી નવરાત્રિ વર્ષથી ઉજવવામાં આવે છે. વડીલોના જણાવ્યા અનુસાર ગામના પૂર્વજો ખેડબ્રહ્માથી માતાજીને અહીં લાવ્યા હતા અને ગામમાં ગઢેશ્વર માતાજીની ટેકરી પર માતાજીનો દીવો મૂકવામાં આવ્યો અને તે સમયથી ગામમાં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ કરવામાં આવ્યો. ગામના લોકોને એ વાતનો જરાય રંજ નથી કે ગામમાં આસો માસમાં નોરતા નથી થતાં. ગામના લોકોના કહેવા પ્રમાણે આ ગામમાં લોક વાયકા છે કે પાંડવો અને કૌરવો ભૂતકાળમાં મુલાકાત લીધી હતી અને તેમણે પણ અહીં પુજા કરી હતી. ચૈત્ર માસમાં ગામના લોકોનો ઉત્સાહ બમણો હોય છે તેઓ ધામધુમથી ગરબાની રમઝટ બોલાવે અને માતાજીની પૂજા કરે છે. ગામના લોકોને એ વાતનો જરાય રંજ નથી કે ગામમાં આસો માસમાં નોરતા નથી થતાં કારણકે તેઓ ચૈત્રી નવરાત્રીમાં ભરપુર આનંદ માણે છે.