જીપીપીના પ્રમુખ પદેથી કેશુભાઈનું રાજીનામુમ ગોરધન ઝડકિયા નવા પ્રમુખ

ગાંધીનગર | વેબ દુનિયા| Last Modified શનિવાર, 25 જાન્યુઆરી 2014 (13:04 IST)
:
P.R
25મી જાન્યુઆરી, શનિવારના રોજ ગાંધીનગર ખાતે ગુજરાત પરિવર્તન પાર્ટીની બેઠક યોજાઈ હતી. પ્રદેશ કારોબારીની યોજાયેલી બેઠકમાં ગોરધન ઝડફિયાને નવા પ્રમુખ તરીકે નિમણૂક થવા પામી છે. જીપીપીના પ્રમુખ પદેથી કેશુભાઈ પટેલે રાજીનામું આપી દીધું છે.

સર્વાનુમતે ગોરધન ઝડફિયાને જીપીપીના પ્રમુખ તરીકે વરણી થવા પામી છે. પિતાતુલ્ય કેશુભાઈ જણાવી જીપીપીના નવા પ્રમુખ ગોરધન ઝડફિયાએ જણાવ્યું કે ગુજરાતને સાથે રહીશું, સાથે કામ કરીશું અને ગુજરાતને દાગ ન લાગે તે પ્રકારે કામ કરીશું. જોકે કેશુભાઈ પટેલે પૂરપૂરો પાર્ટીથી કે રાજકારણથી છેડો ફાડ્યો નથી .તેમણે માત્ર જીપીપીના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. જ્યારે તેમનું સભ્ય પદ જીપીપીમાં યથાવર રહેશે.


આ પણ વાંચો :