બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 8 જૂન 2016 (15:45 IST)

પેઢીમાં ખંજર સાથે 3 લૂંટારૂઓ ધસી આવ્યા

હાલોલ: હાલોલના ભરચક વિસ્તાર સ્ટેશન રોડ ઉપર સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા સામે આવેલી જયેશ કિશાન નામની આંગડીયા પેઢીમાં ખંજર સાથે 3 લૂંટારૂઓ ધસી આવ્યા હતા. જેમાંથી બે લુંટારાઓ ફરજ પરના કર્મચારીના પેટમાં ખંજર મારી રૂપિયા ભરેલા બે થેલા લઈ ભાગી છુટ્યા હતા.

પોલીસ વર્તુળો દ્વારા મળતી માહિતી મુજબ હાલોલના સ્ટેશન રોડ ઉપર આવેલા સાઈ મંદિર સામે એક મકાનના પ્રથમ માળે જયેશ-કિશન આંગડીયા પેઢી આવેલી છે. બપોરના આશરે બે વાગ્યની આસપાસ બે અજાણ્યા ઇસમો ખંજર સાથે આ આંગડીયા પેઢીમાં ઘસી આવ્યા હતા

આ લૂંટારૂઓએ કર્મચારીના પેટમાં ખંજરના ઘા ઝીંકી દીધા હતા અને ઓફીસની બહાર એક અન્ય ઇસમ રેકી કરતા ઉભો રહ્યો હતો. ઓફીસમાં પડેલા બે થેલા કે જેમાં રૂપિયા ભરેલા હતા. તે બન્ને થેલા લઇ નીચે ઉતરી આ 3 જણા એકજ બાઇક ઉપર બેસીને ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત કર્મચારી તરફડતો હતો. લૂટારૂઓ પૈકી એકના હાથમાં રૂપિયા ભરેલા બે થેલા હતા. બીજાના હાથમાં લોહીના રંગે રંગાયેલું ખંજર સાથે નીચે ઉતરતા હતા.
ત્રીજો ઇસમ બાઇક ચાલુ કરીને ઉભો હતો. લોકો ગભરાતા હતા. કોઇએ આ હત્યારા અને લૂંટારાને પડકારવાની હિંમત સુદ્ધા ન હતી અને આરોપી રૂપિયાના બે થેલા લઈને ભાગી ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી 108 એમ્બ્યુલન્સને બોલાવી ઈજાગ્રસ્ત કર્મચારીને હાલોલ રેફરલમાં સારવાર અર્થે લઈ જવાયો હતો અને આજ એમ્બ્યુલન્સમાં તેને વડોદરા વધુ સારવાર અર્થે શીફટ કરવામાં આવ્યો હતો પરંતુ એમ્બ્યુલન્સ વડોદરા સયાજી હોસિપટલમાં પહોંચે તે પહેલા રસ્તામાં આ કર્મચારીનું મોત નીપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે,થોડા દિવસો પહેલા જ રાજયના બાવડા ગામ ખાતે 5 કરોડ રૂપિયાનું કન્ટેનર લૂંટાયુ હતું. જે પોલીસ 24 કલાકમાં જ આરોપીઓને ઝડપી પાડી મુદ્દામાલ રીકવર કર્યો હતો.