બળાત્કારીને સાત વર્ષની કેદ

અમદાવાદ| વેબ દુનિયા| Last Modified શનિવાર, 31 જાન્યુઆરી 2009 (20:17 IST)

શહેરના ઓઢવ વિસ્તારમાં સગીરવયની બાળાનું કરી ગુજારવાના કેસમાં જયંતિ ચૌહાણને એડીશનલ સેસન્સ જજ આઈ.બી. વાઘેલાએ કસુરવાર ઠેરવી સાત વર્ષની સજા ફટકારી છે.

આ કેસની વિગત એવી છે કે, શ્રીનાથ સોસાયટી નિકોલ ગામ રોડ, ઓઢવ ખાતે રહેતો જયંતિ ભૂરાભાઈ ચોહાણ ગત 16મી જાન્યુઆરી 2003ના રોજ સગીરવયની બાળાને હીરા ઘસવાના કારખાનેથી અપહરણ કરી ભગાડી ગયો હતો. આ અંગે ઓઢવ પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસે આરોપી અને સગીરબાળાને સુરત ખાતેથી ઝડપી લીધા હતા. પોલીસે આ મામલે આરોપી જયંતિ ચૌહાણ સામે સેસન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યું હતું. કેસ ચાલી જતાં પુરાવાના આધારે કોર્ટે આરોપીને સજા ફટકારી છે.


આ પણ વાંચો :