સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated : ગુરુવાર, 9 જૂન 2016 (10:43 IST)

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં સુરક્ષા જવાનો અને સ્થાનિક લોકો વચ્ચે સંઘર્ષ, 10ની ધરપકડ

અમદાવાદ શહેરના રખિયાલ વિસ્‍તારમાં મોડી રાત્રે સુરક્ષા જવાનો અને સ્‍થાનિક લોકો વચ્‍ચે જોરદાર સંધર્ષ બાદ આજે અજંપાભરી શાંતિ રહી હતી. સધન સુરક્ષા વ્‍યવસ્‍થા હિંસાગ્રસ્‍ત વિસ્‍તારમાં રાખવામાં આવી હતી. આજે સમગ્ર મામલાની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવ્‍યા બાદ 10 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે જુદી જુદી કલમો લાગૂ કરવામાં આવી છે. બીજી બાજુ 70થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. હિંસાના પરિણામ સ્‍વરુપે રખિયાલ પોલીસ સ્‍ટેશનના પીઆઈ જેડી ડાંગરવાલાની બદલી તાત્‍કાલિક ધોરણે કરવામાં આવી છે જ્‍યારે અહીંની જવાબદારી એલિસબ્રિજના પીઆઈ બીપી સોનારાને સોંપવામાં આવી છે. ગઇકાલે રાત્રે વ્‍યાપક હિંસા ભડકી ઉઠી હતી. 
 
આ મુદ્દે કમિશનર શિવાનંદ ઝાએ રખિયાલ પોલીસ સ્‍ટેશનના પીઆઈ જેડી ડાંગરવાલાની તાત્‍કાલિક બદલી કરી હતી. રખિયાલ પોલીસ સ્‍ટેશનમાં પીઆઈ બીપી સોનારાને સોપાઈ હતી. જ્‍યારે જેડી ડાંગરવાલાને સ્‍પેશિયલ બ્રાંચ ખાતે સોંપાઈ હતી. આ અંગે ક્રાઈમ બ્રાંચને સોંપાઈ હતી. ક્રાઈમ બ્રાચે 10થી વધુ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. જ્‍યારે 20થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ સુત્રો મુજબ, શહેરના રખિયાલ વિસ્‍તારમાં મોરારજી ચોક નજીક એક મેદાન આવેલું છે મુખ્‍યમંત્રી આવાસ યોજના અંતર્ગત થોડા દિવસ અગાઉ ત્‍યાં ખાત મૂહુર્ત કરાયું હતું. આ અંગે સ્‍થાનિક રહીશોએ કોર્ટમાં અરજી કરી હતી. આ અંગે કોર્ટ સ્‍ટે પણ આપ્‍યો હતો. સ્‍થાનિક રહીશોના આ વિરોધ ને લઈ એક એસઆરપીની પોઈન્‍ટ ગોઠવી દેવાયો હતો. કોન્‍ટ્રાક્‍ટર દ્વારા પોતાને માલ સામાન મૂકી પતરાં ગોઠવી દીધા હતા. તે દરમ્‍યાન મંગળવારે રાત્રે મેદાનમાં વાહનો પાર્ક કરવા મુદ્દે સ્‍થાનિકોએ એસઆરપી જવાનો સાથે ઉગ્ર બોલાચાલી કરી ઝધડો કર્યો હતો. મામલો વધુ બિચકતાં અચાનક 2500 થી 3000 લોકોના ટોળાઓ ઉમટી પડયા હતા. ઉશ્‍કેરાયેલા ટોળાએ ધાતક હથિયારો સાથે ધસી આવ્‍યા હતા. એસઆરપીના પોઈન્‍ટને તોડી નાખ્‍યો હતો. એસઆરપીના તંબુ ચોકી અને પોલીસનાં ચારથી પાંચ વાહનો આગચાપી કરી હતી. કોન્‍ટ્રાક્‍ટર દ્વારા મુકેલા માલ સામાનમાં પણ તોડફોડ કરી હતી. આ ધટના બનતા તંગદિલી છવાઈ હતી. ટોળાની આક્રમકતા જોઈને જવાનોને ભાગવવું પડયું હતું. આ ધટનાની જાણ પોલીસને થતાં રખિયાલ, બાપુનગર, ગોમતીપુર અને ક્રાઈમબ્રાંચ સહિતનો પોલીસ કાફલો ધટના સ્‍થળે પહોંચી આવ્‍યા હતા અને મામલાને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. ધટનાને પગલે મોડીરાત્રે પોલીસ કમિશનર શિવાનંદ ઝા, જેસીપી ક્રાઈમ જે કે ભટ્ટ અને ડીવાઈએસપી સહિતના ઉચ્‍ચ અધિકારીઓ ધટના સ્‍થળે પહોંચી આવ્‍યા હતા અને પરિસ્‍થિતિને કાબુમાં લીધી હતી. આ અંગે પોલીસે કમિશનર શિવાનંદ ઝા એ સમગ્ર કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોપી હતી. આ અંગે ટોળા વિરુદ્વ ગુનો નોંધવામાં આવ્‍યો હતો. આ અંગે ક્રાઈમ બ્રાંચે ૭૦થી વધુ લોકોની અટકાયત કરી હતી. જ્‍યારે 10થી વધુ આરોપીઓ વિરુદ્વ 10 જેટલી કલમો નોંધવામાં આવી હતી. આ અંગે સ્‍થાનિકોએ પૂર્વ આયોજીત કાવતરૂ રચી અને હમલો કરી તોડફોડ મચાવી હોવાની પોલીસને આશંકા વ્‍યક્‍ત કરી હતી. આ મુદ્દે પોલીસ કમિશનર શિવાનંદ ઝા એ જેડી ડાંગરવાલાની તાત્‍કાલિક બદલી કરી હતી. રખિયાલ પોલીસના નવા પીઆઈ તરીકે બીપી સોનારાની નિમણૂક કરાઈ હતી. હાલ સમગ્ર વિસ્‍તારમાં 1 પીઆઈ, 2 પીએસઆઈ, 52 એસઆરપી અને 35 પોલીસ જવાનોનો ચાંપતો બંદોબસ્‍ત ગોઠવી દેવાયો છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 
   ઝડપાયેલાઓના નામ
 - મહમંદ આમિર
 - મહમંદ જુનૈર મહમંદ મુસ્‍તાક
 - અહેમદશાહ કફીર
 - ઈમરાન જહુર
 - નાસિરખાન પઠાણ
 - મંહમદ જુનૈદ
 - મહમંદ કાનિફ અંસારી
 - અબ્‍દુલ રઝાક
-  સોએબ અહેમદ