રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 29 ઑક્ટોબર 2016 (00:16 IST)

વડોદરા - વાઘોડિયાના રૂસ્તમપુરા ગામે ફટાકડાની દુકાનમાં આગ, 8 ના મોત

વડોદરાના વાઘોડિયાના રૂસ્તમપુરા ગમે ફટાકડાની દુકાનમાં ભયંકર આગ ભભૂકી ઉઠતા 8 લોકોના મોત થયા આગની ભયાનકતા જાણીને જિલ્લા કલેટર સહિતનાટોચના  અધિકારીઓ ઘટના સથળે દોડી ગયા હતા આગને કાબુમાં લેવા વડોદરાથી ચાર ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા છે 
 
      આ અંગે મળતી વિગતો મુજબ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રૂસ્તમપુરા ગામે ભીષણ આગ લાગતા 8 વ્યક્તિના મોત નિપજ્યા હતા આ અંગે વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચી ગયા છે. જિલ્લા વહિવટી તંત્રને પણ જાણ થતાં કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા 
 
આગ સતત ચાર કલાક ચાલુ રહી હતી. વાઘોડિયા, ડભોઈ, વડોદરા અને ગેઈલ કંપનીના ફાયર ફાયટર્સ પણ આગ બૂઝવવા માટે કામે લાગી ગયા હતા. આખરે ચાર કલાક બાદ આગ કાબૂમાં આવી હતી. ત્યાર બાદ કેટલા લોકોના મૃત્યુ થયા છે તે જાણી શકાયું છે. જોકે, માણસો આગમાં એટલી હદે ભડથુ થઈ ગયા હતા કે મૃતદેહો સ્ત્રીના છે કે પુરુષના તે પણ ઓળખી શકાયા ન હતા. આગ બૂઝવવાની કામગીરી દરમિયાન આખા ગામમાં અંધારપટ છવાઈ ગયો હતો. ગામમાં લાઈટો જતી રહી હતી.આગમાં આઠ લોકો એટલી હદે સળગી ગયા હતા કે તેમની ઓળખ રાતના નવ વાગ્યા સુધી પણ થઈ શકી ન હતી. ઘટનાને પગલે જિલ્લા કલેક્ટર લોચનસિંહ સહેરા, જિલ્લા પોલીસ વડા, તાલુકા મામલતદાર, સ્થાનિક ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ વિગેરે સ્થળ પર દોડી ગયા હતા