સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 6 જાન્યુઆરી 2017 (16:25 IST)

અમદાવાદમાં ઉત્સવો, ફ્લાવર શોની સાથે કાઈટ ફેસ્ટિવલની પણ મજા(જુઓ ફોટા)

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે શરૂ થયેલ ફ્લાવર શોને જોવા માટે રોજ લોકોનું મહેરામણ ઊમટી રહ્યું છે. જેમાં યંગસ્ટર્સનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે. યંગસ્ટર્સ જુદા જુદા ફ્લાવર્સને જોવા માટે પોતાના ફ્રેન્ડ્ઝ સાથે આ ફ્લાવર શોની મુલાકાત લઈ રહ્યાં છે જેમાં જાણે જ્ઞાન સાથે ગમ્મતની મજા મળી રહી હોય તેમ યંગસ્ટર્સ આ શો નિહાળતા જોવા મળે છે. 


અમુક ઈમ્પોર્ટેડ ફ્લાવર્સને યોગ્ય જહેમત મળી રહે તે અર્થે મોટા ગ્રીન હાઉસ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં ફ્લાવર્સ માટે આર્ટિફિશીયલ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. શહેરનાં પ્રખ્યાત એવા ત્રણ દરવાજાનું રેપ્લિકા પણ અહીં ફ્લાવર્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે 

























તેમજ ડાયનાસોર્સ, બર્ડ, હ્યુમન જેવા વિવિધ રેપ્લિકાને ફ્લાવર્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. એક મોટા પડદા પર લોકો પોતાને જોઈ શકે અને તેમાં વિવિધ પ્રાણીઓ અને માછલીઓને વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા અનુભવી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી 



જેમાં જુદા જુદા પ્રાણી અને પક્ષીઓના અવાજ પણ સાંભળી શક્યા હતા. ફ્લાવર શોની સાથે વિવિધ સ્ટોલ્સ પણ અહીં જોવા મળે છે જેમાં વિવિધ ઔષધીઓને પણ પ્રદર્શિત કરવામાં આવી છે જે લોકો માટે એટ્રેક્શન બન્યુ હતું. 


ડેડિયાપાડા વિસ્તારમાં કામ કરતા હિમ્મત ચૌહાણનાં ગ્રૂપે ટ્રાઈબલ વનસ્પતિમાંથી તૈયાર કરેલ મહુડાનો આઈસક્રીમ જે એનર્જીવર્ધક વાનગી છે, અશ્વગંધામાંથી તૈયાર કરવામાં આવેલ બિસ્કિટ્સ જે માનસિક તાણમાં વધારે અસરકારક રહે છે અને ખાટી ભીંડીનો શરબત જે હાઈ બી.પી. કંટ્રોલ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. આ પ્રકારની વિવિધ ટ્રાઈબલ વનસ્પતિના ઉપયોગથી આ ગ્રૂપ ૪૦ ઔષધીઓ તૈયાર કરે છે.