ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated : ગુરુવાર, 1 સપ્ટેમ્બર 2016 (18:32 IST)

ગણેશ મહોત્સવની રાજ્યમાં તડામાર તૈયારીઓ, જુઓ 500થી લઈને 10 હજાર રૂપિયા સુઘીની માટીની ગણેશ ભગવાનની મૂર્તિઓ

ગણેશ મહોત્સવને લઈને દેશભરમાં ધામધૂમ પૂર્વકની તૈયારીઓ કરી દેવામાં આવી છે. ખાસ કરીને જોઈએ તો ગુજરાતમાં આ વખતે પીઓપીથી બનેલી મૂર્તિઓ પર પ્રતિબંધ હોવાથી મૂર્તિકારોએ માટીની મૂર્તિઓ તૈયાર કરી છે. અમદાવાદમા હાટ ખાતે યોજાયેલ મૂર્તિમેળામાં મૂર્તિકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગણેશ ભગવાનની મૂર્તિઓ જોવા મળી હતી. આ મૂર્તિઓની કિંમત જોઈએ તો 500 રૂપિયાથી માંડીને 5 હજાર રૂપિયા સુધીની હતી. તે ઉપરાંત ખાસ વર્ક વાળી મૂર્તિમાં આ વખતે નાળીયેળના છોતરાં અને માટી માંથી તૈયાર કરવામાં આવેલી મૂર્તિ સૌથી મોંઘી હતી જેની કિંમત 10 હજાર રૂપિયા કરતાં પણ વધુ હતી.




અમદાવાદના ગુલબાઈ ટેકરા તથા રામદેવનગરના મૂર્તિકલાકારોએ આ એકઝિબિશનમાં ભાગ લીધો હતો. આ મહોત્સવમાં ,ગણેશજીની પી.ઓ.પીની મૂર્તીનો ઉપયોગથી થતા પ્રદુષણને અટકાવવા ,કેન્દ્ર અને રાજ્ય સરકાર ,લાંબા સમયથી પ્રયત્ન કરી રહી છે.



ત્યારે, ગોધરા ખાતે લોકો, માટીની મૂર્તી પ્રત્યે પ્રેરાય તે માટે ગુજરાત સરકારના ,ગુજરાત માટીકામ કલાકરી અને રૂરલ ટેક્નોલોજી સંસ્થા દ્રારા ,માટી મુરતી મેલાનુ, આયોજન કરવામાં આવ્યુ છે.આ માટીની મુરતી બનાવવા માટે ,સરકાર દ્રારા પછાત વિસ્તારની બહેનોને ,એક મહિનાની તાલીમ આપવામાં આવી હતી.




ત્યારે ,આ બહેનો દ્વારા નદી અને તળાવની કુદરતી માટીના ઉપયોગથી બનાવેલી મૂર્તીના, 30 સ્ટોલ આ મેળામાં શરૂ કરવામાં આવ્યા છે. આ મેળામાં હજારોની સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા. આ મેળાથી ગરિબ ,અને પછાત વર્ગની બહેનો સારી કમાણી પણ કરી શકે છે અને ગણેશ ભક્તોને પ્રદુષણ મુક્ત માટીની મૂર્તિ પણ મળી રહે છે

ganesha