રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 18 નવેમ્બર 2016 (13:12 IST)

ગુજરાતમાં બચ્ચન સાથે જાહેરાતમાં ચમકેલા સિંહ મૌલાનાનું મોત

ગુજરાત ટુરિઝમની ‘ખુશ્બુ ગુજરાત કી’ અમિતાભ બચ્ચની એડ તો તમને યાદ હશે. ગુજરાત ટુરિઝમની આ જાહેરાતમાં ગીર અભ્યારણ્યના સિંહોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ જાહેરાતમાં જોવા મળેલા 8 એશિયાટિક સિંહોમાંથી એક સિંહ મૌલાનાનું બુધવારે મોત નિપજ્યું હતું.આ અંગે વન વિભાગના અધિકારી એપી સિંહે જણાવ્યું હતું કે આ સિંહનું નામ મૌલાના તેના દેખાવના આધારે રાખવામાં આવ્યું હતું. તે 16 વર્ષનો હતો. ઘણાં સમયથી તેની સારવાર ચાલી રહી હતી. મૌલાના ઉંમર લાયક હતો જે હવે નથી રહ્યો. મૌલાના ગીર અભ્યારણ્યનો સૌથી ઉંમર લાયક સિંહ હતો. તેની ઉંમર 16 વર્ષની હતી. 2010માં ગીરની શાન મૌલાનાને જોયા બાદ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને પોતાના બ્લોગમાં પણ લખ્યું હતું ‘શેર’!