શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 10 ઑગસ્ટ 2016 (14:36 IST)

લાલચોકમાં તિરંગો ફરકાવવા જનાર 13 વર્ષની તન્ઝીમનું સીએમ ઓફિસમાં સ્વાગત

અમદાવાદના જુહાપુરાની માત્ર આઠમા ધોરણમાં ભણતી તન્ઝીમ મેરાણી 15મી ઓગસ્ટે શ્રીનગરના લાલચોકમાં ધ્વજ ફરકાવવાની છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે તેને વધાવી હતી અને તેને અભિનંદન પાઠવ્યા હતા. તન્ઝીમના દેશપ્રેમને વધાવવા CM ઓફિસમાં તેનું સન્માન કરવામાં આવ્યું હતું. આવતીકાલે 11મીએ તન્ઝીમ કાશ્મીર જવા નીકળશે.

 આ અંગે તન્ઝીમે કહ્યું હતું કે કાશ્મીરમાં જો પાકિસ્તાનના ઝંડા ફરકાતા હોય તો કાશ્મીર તો  ભારતનું છે આપણે પણ ત્યાં કેમ ધ્વજ ન ફરકાવી શકીએ?હું આ વખતે 15 ઓગસ્ટે શ્રીનગરમાં લાલચોકમાં ધ્વજ ફરકાવીશ. મારે પાકિસ્તાન અને આઈએસઆઈએસને બતાવવું છે કે અમે ઈન્ડિયન્સ પણ કંઈ કમ નથી.’ જુહાપુરામાં ઈંટોના વેપારીની પુત્રી અને હાલ ધો.8માં ભણતી તન્ઝીમ મેરાણીના આ શબ્દોમાં દેશપ્રેમ જોવા મળે છે. ઈંટને ભઠ્ઠીમાં પકાવવી પડે તેમ અમીર મેરાણીએ પણ પોતાની દીકરીને ભારતીય સંસ્કાર પ્રમાણે પકવી છે અને હવે તે 15 ઓગસ્ટે શ્રીનગરમાં ધ્વજ ફરકાવવા જવાની તૈયારી કરી રહી છે.

 તન્ઝીમને ધ્વજ ફરકાવવાની પ્રેરણા ત્રણ વર્ષ પહેલા અન્ના હજારેના આંદોલન વખતે મળી હતી. તન્ઝીમ કહે છે, ‘અન્ના જ્યારે જંતર મંતર પર ઉપવાસ પર બેઠા હતાં ત્યારે મેં પણ મારા ડેડીને કહ્યું હતું કે મારે પણ દેશ માટે કંઈક કરવું છે. તે વખતે ડેડીએ ના પાડેલી કે હજુ તારી ઉંમર ઓછી છે. પછી આ વખતે જ્યારે 15 ઓગસ્ટ નજીક છે ત્યારે મેં પંદરેક દિવસ પહેલા જ તેમને શ્રીનગરના લાલચોકમાં ધ્વજવંદન કરવાની વાત કરી. આ વિસ્તારોમાં પાકિસ્તાનના અને આઈએસઆઈએસના ધ્વજ ફરકાવાતા હોય છે અને અનેક વખત આપણા ધ્વજનું અપમાન થવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે મને થયું કે આ આપણો જ ભાગ છે તો આપણા આ ભાગમાં કેમ આપણે ધ્વજ ન લહેરાવી શકીએ. મને ડેડી તરફથી ગ્રીન સિગ્નલ મળી ગઈ અને મારી તુલિપ ઈન્ટરનેશનલ સ્કૂલમાં પણ આ વાત કરી. તો સ્કૂલ મેનેજમેન્ટે પણ મને સપોર્ટ કરવાની વાત કરી.