શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 21 ઑક્ટોબર 2016 (12:51 IST)

વડોદરામાં કોર્પોરેશને મોદીના ’56 ઇંચ કા સીના’વાળા હોર્ડિંગ્સ લગાવતા વિવાદ

ગુજરાત મુલાકાતે આવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગમન પહેલાં વડોદરાના મ્યુનિસિપલ કોર્પોરેશને તેમના સ્વાગતમાં ’56 ઇંચ કા સીના’વાળા હોર્ડિંગ્સ લગાવ્યા છે. આ હોર્ડિંગ્સ પર તેની સાથે જ સ્માર્ટસિટી અને સ્વચ્છ ભારતના લોગો પણ લગાવ્યા છે. પીએમ મોદી 22મી ઑક્ટોબરના રોજ વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. તેની સાથે જ દિવ્યાંગોના એક કાર્યક્રમમાં ભાગ લેશે. આ હોર્ડિંગ્સ પર પીએમ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ફોટો પણ પ્રકાશિત કરાયો છે. તેની સાથે જ હોર્ડિંગ્સમાં પીએમ મોદીને વિવેચક, કુશળ, સક્ષમ નેતૃત્વ, મહત્વકાંક્ષી, બૌદ્ધિક, ટેક્નોક્રેટ, અને વિઝન ધારવાત બતાવ્યા છે. હોર્ડિંગ્સની નીચેના ભાગમાં સ્વાગત કરનારાઓમાં મ્યુનિસિપલ કમિશ્નર વિનોદ રાય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ.જીગીશા શેઠ, ડેપ્યુટી મેયર યોગેશ પટેલ, અને મેયર ભરત ડાંગરના નામ લખ્યા છે. આ હોર્ડિંગ્સને કારેલીબાગ, અલકાપુરી, અને ગેંડા સર્કલ સહિત સમગ્ર શહેરમાં લગાવામાં આવ્યા છે. આ અંગે વડોદરાના મ્યુનિસપલ કમિશ્નર વિનોદ રાયે પત્રકારોને જણાવ્યું હતું  કે મેં જાતે જ હોર્ડિંગ્સ જોયા છે અને મેં મારી ટીમને નિર્દેશ આપ્યો કે અમે લોકો રાજકીય કનેકશનવાળી દરેક વસ્તુને નજરઅંદાજ કરીશું. અમે લોકો હવે આ હોર્ડિંગ્સને બદલી નાંખીશું. લેન્ડ એન્ડ એસ્ટેટ (કોમર્શિયલ) વિભાગના અધિકારીઓએ હોર્ડિંગ્સ લગાવા માટે કોર્પોરેશનને જગ્યા ફાળવી છે. તેમણે કહ્યું, ‘વીએમસીને શહેરના કેટલાંક વિસ્તારમાં હોર્ડિંગ્સ લગાવા માટે જગ્યા આપી હતી. પરંતુ અમે હોર્ડિંગ્સનું કન્ટેંટ તપાસ્યું નહોતું.’ એક અધિકારીએ કહ્યું કે હોર્ડિંગ્સ વિભાગની પબ્લિસિટી ટીમે આ ડિઝાઈન કર્યું છે, એવામાં અમે લોકોએ કંટેંટ ક્રોસ ચેક કર્યું નથી.હતા.