શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 7 સપ્ટેમ્બર 2016 (11:03 IST)

મહેસાણાના કલોલનો એક પરિવાર છેલ્લા 10 વર્ષથી 11 હજાર લાડુ ગણપતિબાપાને ધરાવે છે

ભગવાન ગણેશને લાડુ  સૌથી પ્રિય છે અને આજ પરંપરા જાળવી રહ્યો છે એક પરિવાર, કલોલમાં રહેતા એક પરિવાર છેલ્લા દસ વર્ષથી 11000 લાડુ બનાવે છે, અને પ્રસાદી રૂપે ભકતોમાં વહેંચે છે.  ગણેશ ભગવાનની પૂજા અર્ચના અને પ્રસાદ માટે ભ તો નવા નવા અખતરા કરતા હોય છે. ગણપતિને લાડ લડાવવા માટે ભ તો દર વર્ષે નવા પ્રસાદ અને ગણેશને ભાવતા ભોજન કરાવતા હોય છે ત્યારે કલોલ નો પટેલ પરિવાર છેલ્લા દસ વર્ષે થી ભગવાન ગણેશને અગિયાર હજાર લાડુ ધરાવે છે. દરરોજ 1100 લાડુનો પ્રસાદ તેઓ ભગવાનને આરતીના સમયે ધરીને ભક્તોમાં વહેચે છે અને વધેલો પ્રસાદ તેઓ આસપાસના ગરીબ લોકોને પણ આપે છે. ભક્તો પણ અહી આવીને ધન્યતા અનુભવે છે અને ભગવાન પાસે જે માનતા માને છે તેઓ પણ અહી પોતાનો પ્રસાદ ધરાવે છે. ભગવાન ગણેશ નો આ પ્રસાદ લોકો સુધી વધુમાં વધુ પહોચે અને આગામી વર્ષોમાં પણ આ પરિવાર 2100 કિલો લાડુનો પ્રસાદ બનાવવા નો પ્રયાસ કરશે તેવું જણાવ્યું હતું.