ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 28 નવેમ્બર 2016 (15:41 IST)

ભૂમાફિયાએ મીડિયા સામે બરાડા પાડીને આનંદીબેન અને મોહન ઝાએ ફસાવ્યો હોવાનો લગાવ્યો આરોપ

રાજકોટમાં પોલીસને નાકે દમ લાવનાર કુખ્યાત ભૂમાફિયા બલી ડાંગરને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે. તેના અન્ય ત્રણ સાગરીતોની પણ ધરપકડ કરવામાં આવી છે. આજે તેને મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે તેણે આનંદીબેન અને શહેરના ભૂતપૂર્વ પોલીસ કમિશનર મોહન ઝા પર આરોપ લગાવ્યો હતો. તેણે બરાડા પાડીને કહ્યું હતું કે, મને આનંદીબેન અને મોહન ઝાએ ફસાવ્યો છે. બલી ડાંગર સામે અનેક ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઇ ચૂકી છે. ગુનાહિત પ્રવૃતિઓ આચરનાર બલી ડાંગર નાસતો ફરતો હતો.આજે તેને મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે તેણે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને શહેરના ભૂતપૂર્વ પોલીસ કમિશનર મોહન ઝાએ પોતાને ફસાવ્યો હોવાના આરોપ લગાવ્યા હતાં. તેણે મીડિયા સમક્ષ બરાડા પાડીને કહ્યું હતું કે, મને આનંદીબેન પટેલ અને મોહન ઝાએ ફસાવ્યો છે.બલી ડાંગર પર લૂંટ, અપહરણ, ખૂનની કોશીષ સહિતના અનેક ગુના છે. આ તમામ ગુનામાં નાસતા ફરતા બલી ડાંગરને રાજકોટ પોલીસે ચોટીલા પાસેથી ઝપડી પાડ્યો છે. તેમજ તેની પાસે રહેલા હથિયારો પણ કબ્જે કર્યા હતા. તેમજ ઝડપાયેલા તેના સાગરીતોમાં અર્જુન જલુ, અર્જુન ડાંગર અને સિકંદરનો સમાવેશ થાય છે.આજે ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં બલી ડાંગરે પોતાને રાજકારણીઓના ઈશારે ફસાવવામાં આવી રહ્યો હોવાનું કહેતા પ્રેસ કોન્ફરન્સમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે તેનું મોઢું દબાવવા માટે પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ બલી ડાંગરે બોલવાનું બંધ નહોતું કર્યું જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેને કયા નેતાના ઈશારે ફસાવાયો છે ત્યારે તેણે પૂર્વ સીએમ આનંદીબેન પટેલનું નામ આપ્યું હતું. બલી ડાંગરે પોલીસ પર આક્ષેપ કર્યો હતો કે તે જે સમયે જેલમાં હતો તે સમયના ગુનામાં તેની સંડોવણી પોલીસે બતાવી તેને ખોટી રીતે ફસાવ્યો છે. બલી ડાંગરે બેફામ રીતે બોલવાનું ચાલુ રાખતા પોલીસે તેને બળજબરીથી એક રુમમાં પૂરી દીધો હતો. બલી ડાંગરે એમ પણ કહ્યું હતું કે, આ બધું ટીવીમાં બતાવો જેથી લોકોને ખબર પડે કે પોલીસ શું કામ કરી રહી છે. તેણે એમ પણ કહ્યું હતું કે, પોલીસ હવે તેને છોડશે નહીં અને તેના પર વધારે કેસો દાખલ કરશે. તેણે કહ્યું હતું કે, 2011થી 2013 સુધી હું જેલમાં હતો તો મારા પર 2012ના કેસ કઈ રીતે દાખલ કરાયા?રાજકોટમાં હત્યા, ફાયરિંગ, ખંડણી સહિતના ગુનામાં વોન્ટેડ બલી ડાંગરને ક્રાઈમ બ્રાંચ સહિતની ટીમોએ બાતમીના આધારે કુવાડવા નજીક આવેલા બેટી ગામ પાસેથી હથિયર સાથે ઝડપી લઈ તેની પૂછપરછ હાથ ધરી હતી. બલી ડાંગરે જે વિસ્તારોમાં આતંક મચાવ્યો હતો ત્યાં રાજકોટમાં પોલીસે તેને હાથકડી પહેરાવીને ફેરવ્યો પણ હતો. જેલમાંથી પેરોલ બાદ કેટલાક સમયથી નાસતો ફરતો બલી ડાંગર વોન્ટેડ હતો, અને તેણે અનેક ગુનાઓને અંજામ આપ્યો હતો. ગઈ કાલે રાત્રે બલી ડાંગર કુવાડવા નજીક આવેલા બેટી ગામમાં આવ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે અલગ અલગ ટીમો બનાવીને રવાના કરી હતી. પોલીસે એક શંકાસ્પદ કારને અટકાવીને તેની તલાશી લેતા તેમાંથી બલી ડાંગર તેમજ તેના અન્ય ત્રણ સાગરિતો મળી આવ્યા હતા. પોલીસને ગાડીમાંથી હથિયારો પણ જપ્ત કર્યા હતા.