રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 15 ઑક્ટોબર 2016 (12:56 IST)

મહેસાણામાં કેજરીવાલે ‘જય સરદાર જય પાટીદારના નારા’ લગાવ્યા

શુક્રવારે રાત્રે મહેસાણા આવી પહોંચેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અનામત આંદોલનમા પોલીસ દમનમાં મૃત્યુ પામેલા પાટીદાર યુવાનોના પરિવારને મળ્યા હતા. ત્યારબાદ કેજરીવાલ મહેસાણાના પીલોદ્રા ગામે પહોંચ્યા હતાં જ્યાં રાતે 12 વાગે સભા યોજી હતી. જેમાં હજારોની સંખ્યામાં પાટીદારો જોડાયા હતાં. કેજરીવાલે સભામાં ‘જય સરદાર જય પાટીદારના નારા’ લગાવ્યા હતાં. મહેસાણાના પીલોદ્રા ગામે રાતે 12 વાગે કેજરીવાલે સભાનું આયોજન કર્યું હતું. જ્યાં હજારોની સંખ્યામાં પાટીદારો જોડાયા હતાં. કેજરીવાલે સભામાં જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા હતાં. મહેસાણાના આ જ ગામમાંથી પાટીદાર આંદોલન શરૂ થયું હતું. અહીંથી જ ગુજરાતની રાજનીતિને સાફ કરવાનું આંદોલન શરૂ કરવામાં આવશે. નિર્દોષ લોકો પર ગોળી છોડવાના આદેશ આપનાર સાચા જવાબદારોને જ્યાં સુધી જેલ ભેગા નહીં કરાય ત્યાં સુધી મૃતકોના આત્માને શાંતિ નહીં મળે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત કેજરીવાલે કેન્દ્ર સરકાર પર પણ પ્રહારો કર્યા હતાં.કેજરીવાલને જોવા માટે રાતે હજારોની સંખ્યામાં પાટીદારો ઉમટ્યાં હતાં. મોડીરાતે કેજરીવાલ સાથે પાટીદારોએ મુલાકાત પણ કરી હતી. આ ઉપરાંત આજે સવારે કેજરીવાલે મહેસાણામાં આવેલ સરદારની પ્રતિમાને ફૂલહાર કરીને જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા હતાં. કેજરીવાલને જોવા માટે હજારોની સંખ્યામાં પાટીદારો ઉમટ્યાં હતાં. ત્યાર બાદ કેજરીવાલે સર્કિટ હાઉસ ખાતે અલગ-અલગ જ્ઞાતીના લોકો સાથે મીટિંગ યોજી હતી. જ્યારે પાટીદારો અને એસપીજીના આગેવાનો પણ મળ્યા હતાં તેવું પણ જાણવા મળ્યું હતું.