રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated : શનિવાર, 22 ઑક્ટોબર 2016 (05:40 IST)

સુરતમાં મુસ્લિમ શરિયત કાયદામાં દખલગીરીના વિરોધને લઈને રેલી નિકળી, મહિલાઓ પણ જોડાઈ

મુસ્લિમોના શરીયતના કાયદા કોમન સિવિલ કોડના વિરોધમાં વિશાળ રેલી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ અને પુરૂષો જોડાયા હતાં. જેઓ હાથમાં સ્લોગન સાથે કાયદામાં દખલગીરીનો વિરોધ કર્યો હતો. વનિતા વિશ્રામથી યોજાયેલી વિશાળ રેલીના અંતે ક્લેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.  મુસ્લિમ બિરાદરોની વિશાળ સંખ્યામાં નીકળેલી રેલીમાં મહિલાઓ પણ જોડાઈ હતી. બુરખો પહેરીને આવેલી મહિલાઓે હાથમાં પ્લેકાર્ડમાં સ્લોગન દર્શાવી મુસ્લિમ કાયદામાં ફેરફાર ન કરવાની અપીલ કરી હતી. મુસ્લિમોનાં શરીયતના કાયદાઓમાં કેન્દ્ર સરકાર દખલગીરી કરી ઇસ્લામ ધર્મને નુકસાન થતું હોવાની સાથે બંધારણ બચાવી દેશ બચાવવાના નારા લગાવવામાં આવ્યાં હતાં.