રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 9 જાન્યુઆરી 2017 (18:04 IST)

PM મોદીએ કર્યુ ગાંધીનગર રેલ્વેનું ભૂમિપૂજન બોલ્યા - રેલવેના આ વિકાસને કારણે અનેક ગરીબોને ફાયદો થઈ રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2017માં હાજરી આપવા માટે પહોંચી ચૂક્યા છે. તેમની આ મુલાકાત આઠમી વાઈબ્રન્ટ ગુજરાત પરિષદ અને તેને સંલગ્ન કાર્યક્રમોના પરિપ્રેક્ષ્યમાં છે, જેને તેઓ મોડેલ ગુજરાતના ઈમેજ બિલ્ડિંગ માટે ખૂબ મહત્ત્વ આપી રહ્યાં છે. મોદી એરપોર્ટથી સીધા ગાંધીનગર મહાત્મા મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે વાઇબ્રન્ટ અંગેની તૈયારીઓની માહિતી મેળવી હતી. તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ તેઓ રાજભવન પહોંચ્યા હતા. મહાત્મા મંદિર ખાતે CM અને નેતાઓ તથા અધિકારીઓ સાથે બેઠક કરી વાઇબ્રન્ટની તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ રશિયાના ડેપ્યુટી પીએમ સાથે બેઠક કરી હતી.

- તેમણે કહ્યું કે, આપણા દેશમાં રેલવે દેશની સામાન્ય જનતાથી સાથે જોડાયેલી છે. ગરીબના ગરીબ પરિવારને પણ રેલવે સહારો આપે છે. પરંતુ દુર્ભાગયથી રેલવેને તેના નસીબ પર છોડી દેવામાં આવ્યું છે. જે પણ પાસે રેલવે ગયું, તેને રેલવેની ચિંતા ઓછી રહેતી, અને બાકી શું થતું તે મને કહેવાની જરૂર નથી. વડાપ્રધાન ગાંધીનગર રેલવે સ્ટેશનના નવીનીકરણ પ્રોજેક્ટના શિલાન્યાસ માટે પહોંચ્યા હતા. અહી તેમણે નવા બનનારા રેલવે સ્ટેશન અને 300 રૂમની હોટલનું ભૂમિ પૂજન કર્યું હતું. જેના બાદ તેમણે આ મોડલ કેવુ હશે તેની માહિતી મેળવી હતી.આ પ્રસંગે રેલવે મંત્રી સુરેશ પ્રભુએ કહ્યું હતું કે, હવાઈ અડ્ડા પર અલગ અલગ સુવિધા જોવા મળે છે. કેટલાક લોકો હવાઈઅડ્ડા માત્ર જોવા જતા હતા. હું રેલવે મંત્રી બન્યો ત્યારે મને વડાપ્રધાને કહ્યું હતું કે, રેલવે સ્ટેશનને એરપોર્ટ કરતા પણ વધુ સારુ સ્ટેશન બનાવું, જેથી સામાન્ય લોકોને તે એરપોર્ટ જેવુ ફીલ કરાવે. ભારતના 100 સ્માર્ટ સિટીમાં 100 સ્માર્ટ રેલવે સ્ટેશન બનશે. રેલવે માટે પીએમ મોદી ગુજરાતને 2 કરોડ ફાળવશે.

- વિશ્વમાં ટેકનોલોજીને કારણે રેલવેને સુરક્ષિત બનાવવામાં આવ્યું છે. દુનિયામાં 17 ટકા કાર્ગો રેલવેથી જાય છે, 30 ટકા રેલથી જાય છે. જ્યારે કે ભારતમાં 15-20 ટકા કાર્ગો રેલથી જાય છે અને 30 ટકા રોડથી જાય છે. જેથી તે મોંઘુ પડે છે. રેલના માધ્યમથી જેટલુ વધુ કાર્ગો જશે, તે સારુ થશે. અમે કાર્ગો વધારવાની દિશામાં કામ કરી રહ્યાં છે. તેમજ અમે લાઈટ વેઈટ કન્ટેનર બનાવવાના દિશામાં પણ કામ શરૂ કર્યું છે, જેથી પ્રોડક્ટિવિટી વધારી શકાય. રેલવેના માધ્યમથી જેટલું વધારે કાર્ગોનું વિસ્તરણ થશે, તેટલો જ ફાયદો ગરીબોને થશે.
 
-  અમારી સરકારે રેલવેને પ્રાથમિકતા આપી છે, રેલવેનો વિકાસ થાય, તે આધુનિક બને અને રેલવે જન સામાન્યની જિંદગીમાં એક ક્વોલિટેટિવ ચેન્જની સાથે મદદગાર કેવી રીતે બને, અને તમે છેલ્લા 28 વર્ષમાં રેલવેની હાલતને જોયુ હોત તો ખબર પડત. અમારી સરકારે પહેલા રેલવેનું બજેટ બમણું કર્યું
 
 મીઠાની હેરફેર માટે લાઈટ વેઈટ કન્ટેનર બનાવાશે, જેનાથી પ્રોડક્ટિવિટી વધારી શકાય. રેલવેએ મીઠું લઈ જવા માટે ડિઝાઈન તૈયાર કરી છે, જેથી વધુ મીઠુ લઈ જઈ શકાય.
 
- તેજ ગતિથી રેલવે બદલાશે, દુરના વિસ્તારો સાથે રેલવે જોડાશે. ભારતના દરેક વિસ્તારો સાથે રેલવે સાથે જોડાશે. દરેક નાનામાં નાના વિસ્તારો સાથે રેલવે કનેક્ટ થશે. લાઈન્સના ઈલેક્ટ્રીફિકેશનનું કામ હવે પૂરુ થઈ ગયું છે. બાયો-ટોયલેટ પર કામ થઈ રહ્યું છે. રેલવેમાં ચેન્જની દિશામાં અમે કામ કરી રહ્યાં છે.
 
- રેલવે, મહાત્મા મંદિર, આખો વિસ્તાર હિન્દુસ્તાનની બિઝનેસ એક્ટિવિટીનુ હાર્દ બનશે. ભારતનું પહેલુ પ્રકલ્પ ગાંધીનગરથી શરૂ થવા જઈ રહ્યું છે. 
 
- રેલવે, મહાત્મા મંદિર અને હેલિપેડ બિઝનેસ મેગ્નેક્ટિકનું સેન્ટર બનશે
 
- અમે રેલવે પર વાઈફાઈ આપ્યા. ડિજીટલ હિન્દુસ્તાનનું સપનુ પૂરુ થયું છે. રેલવેમાં 60-70 ટકા લોકો ઓનલાઈન ટિકીટ ખરીદે છે. રેલવે પર વાઈફાઈને કારણે ગૂગલના લોકો પણ ચર્ચા કરવા લાગ્યા. રેલવે પરની વાઈફાઈની ક્ષમતા પણ દુનિયાની બેસ્ટ ક્વિલિટીનું છે.
 
-  રેલવે દરેક વ્યક્તિ સાથે કનેક્ટેડ છે. રેલવેના આ વિકાસને કારણે અનેક ગરીબોને ફાયદો થઈ રહ્યો છે.