ઘર ઘરની સાક્ષી

W.D
નાના પડદાં પર ફક્ત બે જ નાયિકાઓની માંગ અત્યાર સુધી સૌથી વધુ રહી છે સ્મૃતિ ઈરાની અને સાક્ષી તંવરની. સ્મૃતિએ પોતાની જાતને એટલી બદલી નાખી કે તે ધારાવાહિક નિર્માણ અને બીજા કાર્ય પણ કરવા લાગી. બીજી બાજુ અલવર(રાજસ્થાન)માં જન્મેલી સાક્ષી તંવર પ્રસિધ્ધિ મળવા છતા પોતાના રસ્તે ચાલતી રહી. બાલાજી ટેલીવિઝનન પ્રત્યે તેમણે પોતાની પ્રતિબધ્ધતા બતાવી અને આ જ કારણ રહ્યુ કે તેમને ચેનલ નાઈન એક્સને માટે બાલાજી દ્વારા બનાવવામાં આવી રહેલ ધારાવાહિક 'કહાની હમારે મહાભારત કી'માં મોટો રોલ મળ્યો છે. ઘર-ઘર કી કહાનીથી ઘેર ઘેર પ્રખ્યાત થયેલી સાક્ષીને આદર્શ વહુ, ભાભી, માઁ ના રૂપમાં જોવાય છે. તાજેતરમાં જ તેમણે સ્મૃતિ ઈરાનીની સાથે નાઈન એક્સ ચેનલ પર જ એક રિયાલિટી શો માં એંકરની ભૂમિકા ભજવી હતી.

સાક્ષીનો જન્મ 12 જાન્યુઆરી 1973ના અલવર રાજસ્થાનમાં થયો છે.

દિલ્લીથી સ્નાતકની પદવી મેળવી છે ત્યારબાદ સિવીલ સેવાની પરીક્ષાની તૈયારી કરી રહી હતી, ત્યારે એક મિત્રની સલાહથી દૂરદર્શનની ધારાવાહિક અલબેલા સુર મેલાને માટે ઑડિશન આપવા આવી અને તેમા તેની પસંદગી પણ થઈ ગઈ.

શરૂઆતમાં તેમણે એવી સીરિયલોની પસંદગી કરી જેમાં વધુ સમય નહોતો આપવો પડતો.

સાક્ષીને કહાની ઘર-ઘર કીનુ પાત્ર અચાનક મળી ગયુ. જ્યારે તે બાલાજીની એક સીરિયલના પાયલટ એપિસોડ માટે શૂટિંગ કરી રહી હતી ત્યારે અચાનક એકતા કપૂર આવી અને તેમણે સાક્ષીને 'કહાની ઘર ઘર કી' માં મુખ્ય ભૂમિકા ભજવવા કહ્યુ. પહેલા સાક્ષી થોડી ગભરાઈ, પરંતુ સ્ક્રિપ્ટ જોયા પછી તે રોલ ભજવવા તૈયાર થઈ ગઈ.

સાક્ષીએ અત્યાર સુધી કહાની ઘર ઘર કી, કુટુંબ, દેવી, ધડકન(પાકિસ્તાની ધારાવાહિક), ગુરૂકૂળ(એક હોસ્ટના રૂપમાં) કરી છે. આ સિવાય તેમણે કહાની જુર્મ કી, કહી તો હોગા, વિરાસત, કાવ્યાંજલિ, અબ આયેગા મજા જેવી સીરિયલોમાં એક એક એપિસોડ કરી ચૂક્યા છે.

નઇ દુનિયા|
સાક્ષીને અત્યાર સુધી ચાર વાર સ્ટાર પરિવાર એવોર્ડ મળી ચૂક્યા છે.


આ પણ વાંચો :