રવિવાર, 17 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. ગુજરાતી સિનેમા
  4. »
  5. કલાકારોની પ્રોફાઇલ
Written By નઇ દુનિયા|

હુ જોકર પણ બની શકુ છુ-આદિત્ય નારાયણ

N.D
હું એક ગાયક છુ. એક કલાકાર છુ અને મારુ કામ છે લોકોનું મનોરંજન કરવાનુ. જો લોકો ખુશ થતા હોય તો હું જોકર બનીને બોલ પણ ફેંકી શકુ છુ. ઓડિયંસ કહે છે તે કલાકારે કરવુ પડે છે. આ કહેવુ છે આ કહેવુ છે સિંગર અને રિયલિટી શો ના હોસ્ટ આદિત્ય નારાયણનુ. તેમની સાથે થયેલ એક મુલાકાતના કેટલાક અંશ.

હું કદી આગળનું નથી વિચારતો

એંકર કે ગાયક તરીકે પસંદગી પામવાને વિશે આદિત્યનું કહેવુ છે કે ઈશ્વર હંમેશા ભલુ જ કરે છે. હુ ભવિષ્યની ચિંતા નથી કરતો. બસ દરેક કામ કરવા તૈયાર થઈ જવુ છુ. સંગીત મારો શોખ છે અને હંમેશા રહેશે.

શો દરમિયાન વિવાદ થવો નેચરલ

રિયાલિટી શોમાં થનારા વિવાદોને વિશે આદિત્ય કહે છે કે પ્રતિભાગીઓને માટે નિર્ણાયકોમાં મતભેદ થવા સ્વભાવિક છે. પ્રતિભાગી જે સ્થાન પર હોય છે ત્યાંથી તેમની સફળતા થોડેક જ દૂર રહી જાય છે. પોતાના સપનાને પૂરા કરવા અને અસ્તિત્વને ટકાવી રાખવાને માટે થોડાઘણાં વિવાદ ઉભા થઈ જ જાય છે.

સંગીતની દુનિયા શાંત નથી.

N.D
સંગીતની દુનિયાને સામાન્ય લોકો ખૂબ શાંત સમજે છે. પણ એવુ બિલકુલ નથી. દરેક ક્ષેત્રની જેમ આમાં પણ ખૂબ હરીફાઈ છે. સારુ પરફોર્મંસ ન કરીએ તો ફટકાર પણ સાંભળવી પડે. કેટલીય વાર તો ગાળો પણ ખાવી પડે છે. આમા ટકી રહેવુ એટલુ સરળ નથી જેટલુ લોકોને લાગે છે.

પપ્પાને કારણે જ અહીં છુ.

હું કોઈને પોતાનો આદર્શ નથી માનતો, પણ બધા પાસેથી કશુક ને કશુંક શીખવાની કોશિશ કરુ છુ. મારા પિતા મારી માટે સૌથી મોટા શિક્ષક છે. જેટલુ મેં તેમની પાસેથી શીખ્યુ છે કદાચ જ કોઈ બીજા પાસેથી શીખવાની તક મળશે. આજે હું જે કાઈ પણ છુ તે મારા પિતાને કારણે જ છુ.