1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી વાર્તા
Written By નઇ દુનિયા|

ધૈર્ય અને સંતોષ

N.D
એક નાવડી સંપૂર્ણ રીતે યાત્રાળુઓથી ભરાયેલી હતી. વચ્ચેથી પસાર થતા જ નાવિકની નજર પડી કે યાત્રાળુઓના પગ પાસે વચ્ચે સાંપ ફેણ ફેલાવીની બેસ્યો છે. જો તે કહેતો કે નાવડીમાં સાંપ છે તો યાત્રાળુઓ ગભરાહટથી આમતેમ ભાગવાનો પ્રયત્ન કરતા જેને પરિણામે નાવડીનુ સંતુલન બગડી જતુ અને નાવડી એક તરફ નમીને ડૂબી જતી, પરિણામે ઘણા યાત્રાળુઓ માર્યા જતા.

નાવિકે ધૈર્ય રાખીને નાવડીને ઝડપી ગતિએ ચલાવવાની શરૂ કરી દીધી. જોતજોતામાં નાવડી કિનારા નજીક પહોંચવા માંડી, પરંતુ સાંપ મુસાફરોની નીચેથી નીકળીને નાવિકની પાસે આવવા માંડ્યો. બધા મુસાફરો સાંપથી બેખબર નૌકાવિહારનો ભરપૂર આનંદ ઉઠાવી રહ્યા હતા.

કિનારે પર નાવડી આવતા જ નાવિકના પગ સાથે નાગ લીપટાઈ ગયો અને નાવિકે જોરથી ચીસ પાડી - 'સાંપ-સાંપ ભાગો-ભાગો' જોતજોતામાં બધા મુસાફરોએ નાવડીમાંથી કૂદીને પોતપોતાનો જીવ બચાવી લીધો અને પોતપોતાના રસ્તે ચાલી નીકળ્યા.

બધાનો જીવ જેણે બચાવ્યો તેના વિશે કોઈએ ન વિચાર્યુ. પરંતુ નાવિકના મુખ પર હજુ પણ આ વાતનો સંતોષ હતો કે મઝધારમાં તેણે ઘેર્ય રાખીને બધા મુસાફરોનો જીવ બચાવીને તેમને કુશળપૂર્વક પાર લગાવવાના પોતાની જવાબદારી નિભાવવામાં તે સફળ થયો.

તેના સદ્દકર્મથી મુસાફરો નદી પાર થયા અને તે ભવસાગર પાર થઈ ગયો.