શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી વાર્તા
Written By સીમા પાંડે|

રંગ બદલાઈ ગયો

હોળીની ટોળકી ફરી રહી હતી. ઘેર ઘેર જઈને રંગ લગાવવાનો એક જનૂન લોકો પર સવાર હતો. શર્માજીને ઘેર જઈને કોણ જાણે તિવારીજીને શુ થયુ એમણે શર્માજીને ખૂબજ રંગ લગાવ્યો, અને પછી અંદર રંગ રમી રહેલી મહિલાઓની વચ્ચે ચાલ્યા ગયા.

અંદર એમની પત્ની અને ટોળીમાં શામિલ બીજી મહિલાઓ ‘કોરી’ ઉભેલી શ્રીમતી શર્માને રંગ લગાવી રહી હતી. તિવારીજીએ થાળીમાંથી રંગ ઉઠાવીને શ્રીમતી શર્માના ગાલ પર લગાવી દીધો.

શર્માજીએ જોયું, પણ હોળી છે વિચારીને ચૂપ રહી ગયા. પરંતુ એમના મનમાં પણ કશું ચાલવા માંડ્યુ. જ્યારે બધી મહિલાઓ રંગ લગાવીને બહાર આવી તો એમને પણ એક મુટ્ઠી રંગ ઉઠાવીને શ્રીમતી તિવારીની ઉપર દૂરથીજ ફેકીને બોલ્યા - ‘હોળી છે’.

આનાથી તિવારીજીના રંગાયેલા ચેહરાનો રંગ બદલાઈ ગયો, ગુસ્સામાં એ શર્માજી પાસે ગયા અને એમની કૉલર પકડીને બોલ્યા - ‘ સાલા.! તુ મારી પત્ની પર રંગ નાખે છે...? અપશબ્દોનો વરસાદ શરુ થઈ ગયો. રંગ બદલાઈ ગયો.

ભાવાનુવાદ - કલ્યાણી દેશમુખ