કડવું સત્ય

સીમા પાંડે| Last Modified મંગળવાર, 12 જૂન 2007 (16:16 IST)


તેની નિયમિતતા અને પ્રમાણિકતાએ તેને સાથી કર્મચારીઓની આંખોની ચુંભન બનાવી દીધી. પોતાની કામ પ્રત્યેની નિષ્ઠા ષડયંત્રનો શિકાર બની. આ નોકરી પણ હાથમાંથી ગઈ. અપમાનિત થઈ, ગુમસુમ ચહેરે ઘરે પાછો ફર્યો તો પિતાજીને ઘ્રાસકો પડ્યો, 'શું થયું ?' તેમણે નિરર્થક પ્રશ્ન કર્યો. ' શું થવાનું છે ? એ જ જે હંમેશા થાય છે. ગધેડાની જેમ કામ કરો તો પણ લાત મારીને કાઢી મુકે છે.' ગુસ્સામાં, કાંપતા તેણે જવાબ આપ્યો.

પિતાજીએ પહેલા પોતાના પર કાબુ રાખ્યો, પછી તેને સમજાવ્યું -

'બેટા સત્ય પરેશાન થઈ શકે છે, પણ સત્ય હારતું નથી.'

' પણ પિતાજી મેં તો તમને આજ સુધી પરેશાન જ જોયા છે.'

આ કડવા સત્ય પર તેઓ નિરુત્તર રહ્યાં.

ભાવાનુવાદ - ક્લ્યાણી દેશમુખ


આ પણ વાંચો :