ગાંઘીજીનુ જીવન દર્શન

વેબ દુનિયા|

N.D
ગાંઘીજીનુ દેશભક્તોના લિસ્ટની હરોળમાં સૌથી ઉંચુ સ્થાન છે. ગાંઘીની દેશભક્તિ લક્ષ્ય નહી, અનંત શાંતિ અને જીવ માત્ર પ્રત્યે પ્રેમભાવના લક્ષ્ય સુધી પહોંચવા માટેની યાત્રાનો એક પડાવ માત્ર છે. ગાંઘીજીએ કહ્યુ - ' જેણે સત્યની સર્વવ્યાપક વિશ્વ ભાવનાને પોતાની આંખેથી પ્રત્યક્ષ જોવી હોય તેણે નિમ્નતમ પ્રાણી સાથે આત્માવત પ્રેમ કરવો જોઈએ. જીવ માત્ર પ્રત્યે સમદ્રષ્ટિથી સત્ય, અહિંસા અને પ્રેમની ત્રિવેણી પ્રવાહિત થાય છે'.

વૈષ્ણવ જણ તો તેને રે કહીએ જે પીર પડાઈ જાણે રે...

દક્ષિણ આફ્રિકા અને ભારતમાં તેમણે સાર્વજનિક આંદોલન ચલાવ્યુ. આ જન આંદોલનથી તેમણે સંપૂર્ણ સમાજમાં નવી જાગૃતિ, નવી ચેતના અને નવો સંકલ્પ ભરી દીધો. તેમના આ યોગદાનને આપણે ત્યારે જ સારી રીતે સમજી શકીશુ જ્યારે આપણે તેમના માનવ પ્રેમને ઓળખી લઈએ, તેમના સત્યને ઓળખી લઈએ અને તેમની અહિંસા ભાવના સાથે આત્મમંથન કરી લઈએ.
ગાંધીજીના શબ્દ હતા - 'લાખો કરોડો ગૂંગાના હૃદયમાં જે ઈશ્વર વિરાજમાન છે, હુ તેમના સિવાય અન્ય કોઈ ઈશ્વરમાં માનતો નથી. તેઓ તેમની સત્તાને નથી ઓળખતા, હું ઓળખુ છુ. હું આ લાખો, કરોડોની સેવા દ્વારા એ ઈશ્વરની પૂજા કરુ છુ જે છે અથવા એ સત્યની જે ઈશ્વર છે.


આ પણ વાંચો :