ગાંધીને પુનર્જીવીત કરવા પડશે

ગાંધી જયંતિ વિશેષ

વેબ દુનિયા|

N.D
સંતનો કોઈ અંત નથી. જો કે સંત દેહમુક્ત થઈને અનંત થઈ જાય છે. આજે માણસ માણસની વચ્ચે નફરત, જાતિ-જાતિની વચ્ચે દુશ્મની અને ધૃણા અને દેશ-દેશ વચ્ચે આતંક, તણાવ અને એક-બીજાને મિટાવી દેવાની કટ્ટરતા વ્યાપક છે. છેવટે આટલા બધા ધર્મ, મજહબ પાળનારા લોકોની દુનિયાની છ અરબ વસ્તીના લોકોએ પોતાના સંતો પાસેથી શુ મેળવ્યુ, શુ સીખ્યુ અને શુ સમજ્યુ ?

ગાંધીને લઈને સવાલ એ છે કે ગાંધી કંઈ હદ સુધી એવા સંતત્વથી, એક વિનમ્ર અને ચેતનાશીલ ફકીરના રૂપમાં સંચાલિત હતા, જે સંત થયા વગર આસન પર બેસી પ્રાર્થના કરતા-કરતા દુનિયાના સૌથી મોટા અને તાકતવર સામ્રાજ્યને પોતાની આત્માની તાકતથી ડગમગાવી રહ્યા હતા. ગાંધીએ એક મોટા સામ્રાજ્યને આત્માની તાકતથી હલાવ્યુ, પ્રાર્થનાથી ડગમગાવ્યુ, સામાન્ય માણસની જેમ જીવીને અને પોતાનુ કામ કરતા અને સંતના કપડાં પહેર્યા વગર ગાંધીજીએ દરેક ધર્મને સમજ્યો છે.
શસ્ત્ર અને શાસ્ત્રમાં કેટલુ અંતર છે ? જે રાષ્ટ્ર દુનિયાનો સૌથી શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ઓળખાતો હતો અને જેના નામ માત્રથી ઘણા દેશ કાંપી જતા હતા એ રાષ્ટ્ર 11 સપ્ટેમ્બરની સવારે પોતે કાંપી ઉઠ્યુ. એ નથી સમજાતુ કે શસ્ત્રોની દોડ પાછળ અને ધર્મ-ધર્મની નફરત વચ્ચે હજુ પણ શસ્ત્ર અને સંતમાં દુનિયા ફરક કરશે કે નહી, બંદગી અને જીંદગીને એક માનશે કે નહી, સેવા અને સાધનાને એક સમજશે કે નહી.
ગાંધી આ ધરતીનુ સ્વાભિમાન હતા. તેઓ સેવાની સાધના હતા. તેઓ ઈશ્વર, દેવતા, અવતાર, સંત કશુ જ નહોતા. તેઓ માણસ હતા ને માણસાઈના અવતાર હતા. તેમણે શસ્ત્રની તાકતને સત્યની તાકત સામે નમાવી દીધી. જેઓ ગાંધીજીને સમજી નથી શકતા તેઓ ગાંધીજીને માનતા નથી. તેથી જ તો ગાંધીને મારી નાખવામાં આવ્યા. સાચુ કહીએ તો આપણે ગાંધીની હત્યા નહી કરી પરંતુ એક રૂપે આત્મહત્યા કરી છે.
ગાંધીને મારીને આપણે રાજનીતિમાંથી નીતિને મારી નાખી, ધર્મમાંથી ધર્મના આદર્શની હત્યા કરી. ચરખામાંથી તેનુ કર્મ અને હાથોમાંથી ઉત્પન્ન થતો સ્વાભિમાન છીનવી લીધો અને એંજીનિયરિંગ કોલેજો, મેનેજમેંટ સંસ્થાઓ, ચિકિત્સા મહાવિદ્યાલય, શાળાઓ, કોલેજો બધી જગ્યાએ બેકારોની લાઈન લગાવી દીધી, જેમની પાસે કામ નથી, જેમની પાસે સ્વાવલંબન નથી. તેથી દેશ એક સ્વાભિમાની પેઢી બનવાથી વંચિત થઈ રહ્યો છે.
ગાંધીએ ગીતા, બાઈબલ, કુરાન વાંચ્યુ જ નહી પરંતુ તેને જીવનમાં ઉતાર્યુ પણ. તેના રસ્તે ચાલ્યા પણ. તેમણે પરાઈ પીડને જાણી તેને દૂર કરવાના પ્રયત્નો પણ કર્યા.

ગાંધી કે લોકસત્તા છે. જો ગાંધીને લોકસત્તા સુરક્ષિત રાખવી હોય તો ગાંધીને કમ્પ્યૂટરની કોઈ વેબસાઈટ કે ઈંટરનેટની સાઈડમાં બંધ કરવાને બદલે મેદાનમાં ઉતારવા પડશે. જે રીતે ઈશુ પુનર્જીવિત થઈ ગયા હતા, એ જ રીતે આપણે આપણી ચેતનામાં ગાંધીને પણ પુનર્જીવિત કરવા પડશે.


આ પણ વાંચો :