દુનિયાના મજૂરો એક થઈ જાવ

મજૂર દિવસ પર વિશેષ

વેબ દુનિયા|

આજે મજૂર દિવસ છે- તે મજૂરોનો દિવસ જેમની પાસેથી ફક્ત તેમનો શ્રમ જ નથી પડાવવામાં આવી રહ્યો પરંતુ તેમના ભવિષ્યને પણ અંધકારમય બનાવવામાં આવે રહયું છે. મજૂર દિવસનો તે મજૂરો માટે શું અર્થ છે જ્યાં બજારવાદે આવક અને ઉત્પાદનના અર્થ જ નથી બદલ્યા પરંતુ પૂંજી અને પ્રગતિના રસ્તા પણ બદલી નાંખ્યા. બજારવાદે વિકાસની રીત જ બદલી નાંખી તથા પૂંજીકરણની આડે ઉપયોગી શ્રમને બેકાર કરી દિધો છે.

મજૂર દિવસ તે મજૂરોને શું આશ્વાસન આપશે જ્યાં ઉત્પાદનના ક્ષેત્રમાં લૂંટ-ફાટ માટે સાધનોને ખનાગી હાથોમાં સોંપી દેવામાં આવે છે કે પછી બજારના હવાલે કરી દેવામાં આવે છે. ગાંધીજીના શબ્દો છે કે-
ઉદ્યોગનું મહત્વ આ વાત સાથે ક્યારેય પણ ન આંકવું જોઈએ કે તેનાથી દૂર બેઠેલા નિષ્ક્રિય પૂંજી ભાગીદારોને કેટલો લાભ મળે છે પરંતુ તેનાથી આંકવું જોઈએ કે તેની અંદર લાગેલા કામદારોના શરીર, પ્રાણ તેમજ આત્મા પર ઉદ્યોગનો શું પ્રભાવ પડે છે?
ગાંધીજી જીવનોપયોગી વસ્તુઓના ઉત્પાદનના સાધન જનસાધારણની નિયંત્રણ પરિધિમાં સોંપવાના પક્ષમાં હતાં પરંતુ તેમના સામાન્ય સીધા સુઝાવોની ઉપેક્ષાનું પરિણામ એ છે કે મજૂર આ દેશમાં જ નહિ પરંતુ દુનિયાના અન્ય ભાગોમાં પણ બેરોજગારી, ગરીબી અને અભાવમાં દેખાય છે. હકીકત એ છે કે સાધનો પર વિદેશી ઠેકેદારી કાયમ હોવાને લીધે તે મજૂરો અને ખેડુતો પર અસર કરી રહ્યાં છે.
મજૂર અમેરીકાનો હોય કે ચીનનો, યૂરોપનો હોય કે જાપનનો, ચીનનો હોય કે ભારતનો બધા જ નાણાંકીય પૂંજીના શિકાર છે. આ દેશોની અંદર મજૂરો નાના નાના અસ્મિતા સમૂહોમાં વહેચાયેલા છે જે સંકીર્ણ સ્વાર્થ સાથે બંધાયેલા છે.

પાછલાં બે દશકાઓમાં વિકસીત વ્યાવસાયિક અર્થવ્યવસ્થામાં વૈશ્વિક શ્રમ શક્તિ ચાર ગણી વધી છે પરંતુ આ શક્તિ બજારમાં અપેક્ષકૃત ઓછી પૂંજીની સાથે આવી છે. તેનું પરિણામ એ આવ્યું કે પૂંજી શ્રમનો અનુપાત ઘટતો ગયો અને તુલનાત્મક આધારે શ્રમ વધારે હોવાથી અને પૂંજી વધારે હોવાથી પૂંજીની પ્રાપ્તિ વધતી ગઈ. મંદીના ગંભીર સમયમાંથી પસાર થઈ રહેલી અમેરીકી અર્થવ્યવસ્થામાં ફક્ત ફેબ્રુઆરી 2008માં 65000 લોકોની નોકરીઓ જતી રહી છે. આનાથી પહેલાં જાન્યુઆરીમાં 22000 લોકોને રોજગાર ગુમાવવો પડ્યો હતો. ન્યૂયોર્કના અર્થશાસ્ત્રી ઈયાન શેફરડેનના અનુસાર સ્થિતિ એટલી બધી ભીષણ થઈ ગઈ છે કે મજૂરોને આનાથી પણ ખરાબ દિવસ જોવા પડશે.
ચીનમાં એક સંતાનની નીતિને લીધે આજે 18થી 35 વર્ષના વર્ગની શ્રમ શક્તિ ઓછી હોવાને લીધે સંકટથી ઝઝુમી રહ્યું છે. ચીનની 13 બીલીયનની આબાદીમાં હજું પણ અડધા ખેતી પર નિર્ભર છે ચીનનો ઔદ્યોગીક જગત તેમને પોતાની તરફ ખેંચવા માટે કાર્ય કરી રહ્યો છે. આજે પણ ચીનના ગ્રામીણ ક્ષેત્રના 13 કરોડથી પણ વધારે ખાવાનું બનાવનાર, વેટર, ક્લીનર, બિલ્ડર અને અન્ય પ્રકારના અકુશળ શ્રમિકોને ખેતીની તરફથી અન્ય ક્ષેત્રો તરફ વાળવામાં આવી રહ્યાં છે.
જમીન વિનાના પરિવાર ગામના થોડાક સંપન્ન પરિવારોના હાત નીચે દેવામાં ડુબી ગયાં છે. જેના લીધે તેમને અથવા તેમના પરિવારના કોઈ સભ્યને ખુબ જ ઓછી મજૂરી પર કાર્ય કરવાની ફરજ પડે છે. દુર્ભાગ્યથી દુનિયાના મજૂરોને બે ભાગમાં વહેચવાના અને તેમની વચ્ચે ખીણ ઉભી કરવાના અનેક પ્રયાસ કરવામાં આવ્યાં. પહેલો પ્રયત્ન 1996માં સિંગાપુરમાં થયો હતો. ત્યાં પૂંજી રોકાણના મુદ્દાને નવા રૂપથી ઉઠાવવામાં આવ્યો હતો. પૂંકી નિવેશનો અર્થ હતો કે વિકાશશીલ દેશોમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતાના ઉત્પાદનોને વેચે અને ઘરેલૂ ઉત્પાદોને બજારથી કાઢી દેવામાં આવે. શ્રમ વિભાજનનો બીજો પ્રયત્ન 1998માં જીનેવામાં થયો જ્યાં શ્રમિકોના હોતની વિરુદ્ધ નિર્ણય લેવાયો હતો.
ઈતિહાસ સાક્ષી છે કે વિદેશી પૂંજી રોકાણે પાછલાં પાંચ વર્ષોમાં મૈક્સિકો, પૂર્વી એશિયા, રૂસ અને બ્રાઝીલની અર્થવ્યવસ્થાને ધ્વંસ્ત કરી અને હજારો શ્રમિકોને બેરોજગારીનો સામનો કરવા માટે મજબુર કરી દિધા. તેથા આવશ્યકતા તે વાતની છે કે નાના- નાના અસ્મિતા સમૂહોમાં વહેંચાય અને સંકીર્ણ સુવિધાઓથી બંધાયેલા વિકસીત અને વિકાશશીલ દેશોના શ્રમિકોનો કોઈ સક્ષમ આંતરરાષ્ટ્રીય સામાજીક, આર્થિક આંદોલન થાય જેનાથી વિશ્વ જનમાનસ પર નાણાંકીય પૂંજીના ઉત્પાદન પ્રત્યે ધ્યાન આકર્ષિત કરી શકે.


આ પણ વાંચો :