પડોશી

N.D
લોકો હજુ રોજબરોજનો જરૂરી સામાન ખરીદવામાં વ્યસ્ત હતા કે શહેરમાં કરફ્યુ લગાડી દેવામાં આવ્યો. કફર્યુનુ એલાન થતા જ બધા લોકો પોતપોતાના ઘરો તરફ ભાગ્યા. ઉતાવળમાં કોઈના ચંપલ તો કોઈનો જરૂરી સામાન જ્યાનો ત્યાં જ રહી ગયો. દોડાદોડીમાં નાની-મોટી દુર્ઘટનાઓ પણ થઈ રહી હતી. આમ છતાં લોકો ઘરે તરફ ભાગી રહ્યા હતા અને જોતજોતામાં સસ્તાઓ સૂમસામ થઈ ગયા.

કરફ્યૂ લાગ્યો તો લાગ્યો પરંતુ હિંસક ઘટનાઓ, આગચંપી, અને લૂંટપાટને કારણે એ પૂરો જ નહોતો થઈ રહ્યો. લોકો અને તેમા પણ ખાસ કરીને બાળકો અકળાવા માંડ્યા. એ લોકોની સ્થિતિ વધુ દયનીય હતી જે રોજ કૂવો ખોદીને પાણી પીતા હતા. આવા લોકોના ઘરોમાં ખાવા-પીવાનો સામાન ખલાસ થઈ ગયો હતો, અને ત્યાં ભૂખમરાની હાલત થઈ ગઈ હતી.

આવા જ એક ઘરમાં ફાફા મારતા લોકોનો આ ત્રીજો દિવસ હતો. ઘરના મોટા સભ્યો તો જેમ તેમ જપીને બેઠા હતા, પરંતુ બાળકોની હાલત ખરાબ હતી. ભૂખના માર્યા તેઓ રડવાનુ પણ ભૂલી ગયા હતા. એટલામાં દિવાર પારથી પડોશમાં કંઈક ખટરપટર કાનો પર પડી તો ઘરના બધા લોકો ગભરાઈને ચેતી ગયા. શંકાઓથી ઘેરાયેલા સભ્યોને એવુ વિચારીમાં સમય ન લાગ્યો કે તેમનો પડોશી બીજા સંપ્રદાયનો હોવાથી તોફાની ટોળકી અહીં આવી પહોંચી છે, અને ગમે તે ક્ષણે તેમની સાથે ન બનવાનુ બની જશે. થોડીવાર પછી જ ખટરપટરની ગતિ ઝડપી બની. એ જોઈને આ ઘરના લોકોએ શક્યત હુમલાના બચાવની વ્યૂહરચના પણ રચી નાખી. અને જ્યારે એ બાજુથી દીવાલ પર થપકીયો આપવામાં આવી તો તેમની શંકાઓ વિશ્વાસમાં બદલાઈ ગઈ કે નક્કી જ હુમલો લૂટપાટ, ચાકુબાજી અને આગચંપીની યોજનાને પણ અંતિમ રૂપ આપવામાં આવી ચૂક્યુ છે. આ બધા લોકો બચાવ અને પ્રત્યાક્રમણ માટે તૈયાર હતા. અને જોતજોતામાં દિવાલ પર કોઈ મજબૂત હથાડા જેવી કોઈ ભારે વસ્તુના ઠોકવાનો અવાજ આવવા માંડ્યો. આ દિવાલ મજબૂત નહોતી. ત્યા એક માણસ આઈ-જઈ શકે તેટલી વ્યવસ્થા થઈ ગઈ. અહીંના લોકોએ જોયુ કે પડોશી ખાવા-પીવાની ઘણી વસ્તુઓ લઈને દાખલ થઈ રહ્યો છે.

વેબ દુનિયા|
(લધુકથાઓમાંથી)


આ પણ વાંચો :