મોટા ઘરની દિકરી ભાગ-1

N.D
બેનીમાધવ સિંહ ગૌરીપુર ગામના જમીનદાર અને મહેસૂઉઘરાવનારહતા. તેમના પિતા એક સમયે ઘણા શ્રીમંત હતા. ગામમા પાકુ તળાવ અને મંદિરો જેમનુ હવે તો રિપેર કામ પણ મુશ્કેલ હતુ, તેમના જ કીર્તી સ્તંભ હતા. કહે છે કે આ દરવાજા પર હાથી ડોલતા હતા, હવે તેની જગ્યાએ એક ઘરડી ભેંસ હતી, જેના શરીરમાં હાંડપિંજર સિવાય કશુ જ નહોતુ. પણ દૂધ તો કદાચ તે આપતી હતી. કારણકે એક ને એક માણસ તો વાસણ લઈને તેની પાસે ઉભો જ રહેતો હતો.

બેનીમાધવ પોતાની અડધીથી વધુ સંપત્તિ વકીલોને ભેંટ કરી ચૂક્યા હતા. તેમની વર્તમાન આવક એક હજાર રૂપિયા વાર્ષિકથી વધુ નહોતી. ઠાકુર સાહેબના બે દિકરા હતા. મોટાનું નામ શ્રીકંઠ હતુ. તેણે ખૂબ દિવસોની મહેનત પછી બી.એની ડિગ્રી મેળવી હતી. હવે તે એક કાર્યાલયમાં નોકર હતો. નાનો છોકરો લાલબિહારી સિંહ ડબલ શરીરનો, સજીલો યુવાન હતો. તેનો ભરાયેલો ચહેરો, પહોળી છાતી. ભેંસનુ એકાદ લિટર તાજુ દૂધ તો રોજ સવારે તે જ ગટકી જતો હતો.

શ્રીકંઠ સિંહની દશા બિલકુલ ઉલટ જ હતી. આ આંખોના વ્હાલા ગુણોને તેમણે બી.એ - આ જ બે અક્ષરો પર ન્યોછાવર કરી દીધા હતા. આ બે અક્ષરોએ તેમના શરીરને દુર્બળ અને ચહેરાને ક્રાંતિહિન બનાવી દીધુ હતુ. એનાથી જ વૈદ્યક ગંથો પર તેમને વિશેષ પ્રેમ હતો. આયુર્વેદિક ઔષધિઓ પર તેમને વધુ વિશ્વાસ હતો. સવાર-સાંજ તેમને ઓરડામાંથી સવારે ખરલનો સુરીલો કર્ણમધુર અવાજ સાંભળવા મળતો હતો. લાહોર અને કલકત્તાના વૈધો ખૂબ ભણેલા-ગણેલા રહેતા હતા.

શ્રીકંઠ આ અંગ્રેજી ડિગ્રી ધરાવતા હોવા છતાં અંગ્રેજી સામાજિક પ્રથાઓના વિશેષ પ્રથાઓના વિશેષ પ્રેમ નહોતો. પણ તેઓ મોટાભાગે તેઓ તેની નિંદા અને તિરસ્કાર કરતા હતા. આને જ કારણે ગામમાં તેમનુ ખૂબ સન્માન હતુ. દશેરાના દિવસે તેઓ ખૂબ ઉત્સાહથી રામલીલામાં ભાગ લેતા અને પોતે કોઈને કોઈ પાત્ર જરૂર ભજવતા. ગૌરીપુરમાં રામલીલાના જન્મદાતા શ્રી કંઠ જ હતા. પ્રાચીન હિન્દૂ સભ્યતાના ગુણગાન તેમની ધાર્મિકતાનુ મુખ્ય અંગ હતુ. સંયુક્ત કુંટુંબના તેઓ એકમાત્ર ઉપાસક હતા. આજકાલની સ્ત્રીઓને કુંટુંબથી અલગ એકલા રહેવામાં જે રૂચિ છે તે જાતિ અને દેશ બંને માટે તેઓ હાનિકારક સમજતા હતા. આ જ કારણે ગામની ગોરીઓ તેમની નિંદા કરતી હતી. કોઈ કોઈ તો એમને પોતાનો દુશ્મન સમજવામાં પણ સંકોચ નહોતી કરતી.

તેમની પત્ની આનંદી પણ તેમની આ વાતનો વિરોધ કરતી હતી. એટલા માટે નહી કે તેને સાસુ-સસરા, દિયર કે જેઠ વગેરેથી નફરત હતી, પણ તેનુ માનવુ હતુ કે જો બધુ સહેવા છતા અને માન-પાન આપવા છતાં જો પરિવાર સાથે આપણો ગુજારો ન થઈ શકે તો જીવનને બરબાદ કરવાને બદલે એ જ ઉત્તમ છે કે અલગ રહીને શાંતીથી જીવવુ.

આનંદી એક મોટા ઉચ્ચ કુળની છોકરી હતી. તેના પિતા એક નાનકડા ગામના શ્રીમંત હતા. મોટુ ઘર એક હાથી, ત્રણ કૂતરા, બાજ, ઝાડૂ-ફાણસ, ઓનરેરી મજિસ્ટ્રેટી,અને દેવુ જે એક પ્રતિષ્ઠિત શ્રીમંતના ભોગ પદાર્થ છે, એ બધા જ અહીં હાજર હતા. નામ હતુ ભૂપસિંહ. બહુ ઉદાર-ચિત્ત અને પ્રતિભાશાળી પુરૂષ હતા. પણ દુર્ભાગ્યથી પુત્ર એક પણ નહોતો. સાત છોકરીઓ થઈ અને દેવયોગથી બધી જીવીત રહી. પહેલી ઉમંગમાં તો તેમણે ત્રણ છોકરીઓના લગ્ન દિલ ખોલીને કર્યા. પણ પંદર વીસ હજારનુ કર્જ માથા પર ચઢી આવ્યુ, તો આઁખો ખુલી ગઈ, અને હાથ પાછા વાળી લીધા.

આનંદી ચોથી છોકરી હતી. તે પોતાની બધી બહેનોમાં અત્યંત રૂપવતી અને ગુણવતી હતી. આથી ઠાકુર ભૂપસિંહ તેને ખૂબ પ્રેમ કરતા હતા.. સુંદર સંતાનને કદાચ તેના માતા-પિતા પણ વધુ પ્રેમ કરે છે. ઠાકુર સાહેબ ધર્મ સંકટમાં હતા કે આના લગ્ન ક્યાં કરવા ? અને ન તો એ ઈચ્છતા હતા કે તેમનુ દેવુ વધે, અને ન તો તેમને એ મંજૂર હતુ કે તેણી પોતાની જાતને ભાગ્યહીન સમજે. એક દિવસે શ્રીકંઠ તેમની પાસે કોઈ ફાળો ઉઘરાવવા આવ્યો. કદાચ નાગરી-પ્રચારનો ફાળો હતો. ભૂપસિંહ તેમના સ્વભાવ પર રીઝાઈ ગયા અને ધૂમધામથી શ્રીકંઠ સિંહનુ આનંદી સાથે લગ્ન થઈ ગયુ.

N.D
આનંદી પોતાના નવા ઘરમાં આવી, તો અહીના રંગ-ઢંગ જ જુદા હતા. જે સાહ્યબીની તેને બાળપણથી આદત પડી હતી, તે અહીં ક્યાય દેખાતી નહોતી. હાથી-ઘોડાનુ તો કહેવુ જ શુ, કોઈ સુંદર સજેલી વહેલ પણ નહોતી. રેશમી સ્લીપર સાથે લાવી હતી પણ અહીં બગીચો ક્યાં ? મકાનમાં બારીઓ પણ નહોતી. ન જમીન પર લાદીઓ, ન તો દીવાલ પર તસ્વીરો. આ એક સીધા સાદા ગામડિયા ગૃહસ્થનુ મકાન હતુ. પરંતુ આનંદીએ થોડા જ દિવસોમાં પોતાની જાતને નવી પરિસ્થિતિમાં એવી અનુકૂળ બનાવી લીધી કે માનો તેણે સુખ-સાહ્યબીનો સામાન કદી જોયો જ નહોતો.

વધુ આવતા અંક

વેબ દુનિયા|
(પ્રેમચંદનસર્વશ્રેષ્વાર્તાઓમાંથી)


આ પણ વાંચો :