વિવશતા

સીમા પાંડે|

ચાર રસ્‍તા પર સિગ્નલ.... સિગ્‍નલ પર એક છોકરી...
.
ચહેરા પર કોઇ આકર્ષણ નથી, ફક્ત ગરીબીની છાપ ઉપસી છે. બંને બગલમાં ઘોડી રાખી ભીખ માંગે છે. લોકો તેના પર દયા રાખે છે.... બિચારી ભિખારણ...! લોકો રૂપીયો બે રૂપીયા આપે છે.

આખો દિવસ ઠોકરો ખાતી આમથી તેમ ઘોડીના સથવારે ભટકે છે.

જ્યારે રાતની કાળી ચાદર ફેલાય છે અને સિગ્નલ પર આવક-જાવક શાંત થઇ જાય છે.ત્‍યારે તે આજુ-બાજુ જોઇને પગને જમીન પર રાખે છે.

ખૂબ જોર જોરથી ઉછળ કૂદ કરે છે. ઘોડી રૂપી મજબૂરીને ખંભા પર રાખી અંધારામાં ખોવાઇ જાય છે.

અનુવાદ - ભાવિન નકુમ


આ પણ વાંચો :