સમજદાર મતદાતા

W.D
લલ્લનપ્રસાદ ગપ્પા મારી રહ્યા હતા - વોટરોના જ વોટ મને મળે છે.

પરંતુ સાંભળ્યુ છે કે મોટાભાગના સમજદાર લોકો મતદાનને માટે ઘરેથી નીકળતા જ નથી કે પછી પિકનિક મનાવવા જતા રહે છે. જગદીશ્વરે યાદ અપાવ્યુ.

છતાં મને જે વોટ મળે છે તે સમજદારોના જ હોય છે.

લોકો તો કહે છે કે તમે મતદાનની એક રાત પહેલા દારૂ પીવડાવો છો ? જગદીશ્વરે તેમને છંછેડ્યા.

હા, પણ એ મુર્ખાઓ દારૂ મારી પીવે છે અને વોટ બીજાને આપી આવે છે.

તો પછી કેમ પીવડાવો છો ?

કારણ કે ઘણા સમજદારો દારૂ બીજાની પીવે છે અને વોટ મને આપે છે.

વેબ દુનિયા|
લલ્લનપ્રસાદે વિજયી મુદ્રામાં પોતાની પીઠ થપથપાવી.


આ પણ વાંચો :