મંગળવાર, 1 જુલાઈ 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી વાર્તા
Written By નઇ દુનિયા|

સમાધાન

N.D
એક દિવસ એક દંપતિ ચિંતિત મને સારાભાઈ પાસે દોડી આવ્યા અને બોલ્યા - 'સારાભાઈ, અમારી છોકરી પડોસના એક છોકરાને પ્રેમ કરવા માંડી છે.

'છોકરીઓ સમજદાર હોય છે, તેઓ પ્રેમ જ કરે છે. - સારાભાઈએ ખુશ થઈને કહ્યુ.

'પરંતુ અમે તે છોકરાને પસંદ નથી કરતા'.

'તો તમે પણ તેને પસંદ કરવા માંડો.

'તમે સમજી નથી રહ્યા, સારાભાઈ, વાત એમ છે કે તે અમારી જાતિનો નથી.

તો ?

' તો તમે એવો કોઈ ઉપાય બતાવો કે અમારી છોકરી તેને પ્રેમ કરવાનુ બંધ કરીને, તેને દિવસ રાત ખરું ખોટુ સંભળાવે, તેને નફરત કરે, તેના નામથી પણ એને નફરત થઈ જાય.

'બહુ સરળ છે.'

'સરળ છે ! તો પછી જલ્દી બતાવો, અમારે શુ કરવું પડશે ?

તમે એ બંનેનુ લગ્ન કરાવી દો.