સ્વામી વિવેકાનંદનો સંદેશ : એ ભારત ના ભૂલશો કે...

P.R


તમે પણ કટિમાત્ર વસ્ત્રાવૃત થઈને ગર્વથી અવાજ લગાવો કે ભારતવાસી મારા ભાઈ છે. ભારતવાસી મારા પાણ છે. ભારતના દેવ દેવીઓ મારા ઈશ્વર છે. ભારતનુ સમાજ મારી શિશુસજ્જા, મારા યૌવનના ઉપવન અને મારા વૃદ્ધાવસ્થાની વારાણસી છે.

ભીકા શર્મા|
એ ભારત, શુ બીજાની હા મા જ હા કરીને, બીજાની જ નકલ કરી, બીજાને ગમે તેવુ બોલીને, દાસ જેવી દુર્બળતા. આ ધૃણાસ્પદ નિષ્ઠુરતાથી જ તમે મોટા મોટા અધિકાર મેળવી શકશો ? શુ આ લજ્જાસ્પદ કપુરૂષતાથી તમે વીરભોગ્યા સ્વાધીનતા પ્રાપ્ત કરશો ?
એ ભારત તમે ના ભૂલશો કે તમારા ઉપાસ્થ સર્વત્યાગી ઉમાનાથ શંકર છે. ના ભૂલશો કે તમારો વિવાહ, ધન અને તમારી સ્ત્રીઓના આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે. ના ભૂલશો કે તમારુ જીવન ઈન્દ્રિય સુખ માટે અને તમારા વ્યક્તિગત સુખ માટે નથી. ના ભૂલશો કે તમે જન્મથી જ માતા માટે બલિદાન સ્વરૂપ રાખવામાં આવ્યા છો. ના ભૂલશો કે તમારો સમાજ આ વિરાટ મહામાયાની છાયા માત્ર છે. તમે ના ભૂલશો કે નીચ, અજ્ઞાની, દ્રરિદ્ર, મેહતર તમારુ લોહી અને તમારો ભાઈ છે. એ વીર, સાહસને સાથે લો. ગર્વથી કહો કે હુ ભારતવાસી છુ અને દરેક ભારતવાસી મારો ભાઈ છે. બોલો કે અજ્ઞાની ભારતવાસી, દરિદ્ર ભારતવાસી, બ્રાહ્મણ ભારતવાસી, ચાંડાલ ભારતવાસી બધા મારા ભાઈ છે.
ભાઈ મારા બોલો કે ભારતની માટી મારું સ્વર્ગ છે. ભારતના કલ્યાણમા જ મારુ કલ્યાણ છે અને દિવસ-રાત કહેતા રહો કે હૈ ગૌરીનાથ, હે જગદંબે મને મનુષ્યતા આપો. માં મારી દુર્બળતા અને કાપુરૂષતા દૂર કરો મને દિવસ-રાત કહેતા રહો કે હૈ ગૌરીનાથ, હે જગદંબે મને મનુષ્યતા આપો. મા મારી દુર્બળતા અને કાપુરૂષતા દૂર કરી દો, મને મનુષ્ય બનાવો.


આ પણ વાંચો :