શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી વાર્તા
Written By દેવાંગ મેવાડા|

12 વર્ષના વિશાને આઈઆઈટીમાં ડંકો વગાડ્યો!!

આઈઆઈટી મુંબઈમાં આયોજીત ટેક્નોલોજી ફેસ્ટીવલમાં વડોદરાના 12 વર્ષના વિશાન પોપટે ઉચ્ચ દરજ્જાના ઈજનેરોનુ ધ્યાન આકર્ષીત કર્યુ હતુ. એશિયાના સૌથી મોટા ટેક્નોલોજી ફેસ્ટીવલમાં ઓપન ડિઝાઈન અને વિંગ્સ કેટેગરીમાં તેણે ભાગ લીધો હતો.
PRP.R

જેમાં ઓપન ડિઝાઈન કેટેગરીમાં તેણે સોલર અપડ્રાફ્ટ ટાવર બનાવ્યુ હતુ. આ બંને કેટેગરીમાં તેના પ્રદર્શનથી જજીસ મોહિત થઈ ગયા હતા અને તેને ખાસ સર્ટીફિકેટ અને એવોર્ડ પણ એનાયત કર્યો હતો. ઉલ્લેખનીય બાબત એ હતી કે, આ ફેસ્ટિવલમાં એમટેક્ અને સાયન્સ ગ્રેજ્યુએટ લોકો ભાગ લઈ રહ્યા હતા.

તેમાં નાનીવયના વિશાને કમાલ કરી બતાવી હતી. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં રહેતો વિશાન દિપકભાઈ પોપટ હાલ નવરચના સ્કુલના 7માં ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે. માતા-પિતાની દેખરેખમાં તે પોતાની સાયન્સની રૂચીને કેળવી રહ્યો છે. મોટા થઈને એરોનોટિકલ ઈજનેર બનવાની તેની ઈચ્છા છે.

અલબત્ત, તેણે પોતાના ભવિષ્યના ઈરાદાને સાકાર કરવામાં નાનપણથી જ રસ દાખવવાનો શરૂ કરી દીધો છે. તેની આશ્ચર્ય પમાડે તેવી સિદ્ધીથી તેના પરિવારજનો અત્યંત આનંદીત છે અને તેને પ્રોત્સાહિત કરવા માટે યથાયોગ્ય મદદ કરી રહ્યા છે.

વિશાને સોલર અપડ્રાફ્ટ ટાવરનુ મોડલ બનાવેલ
આઈઆઈટી પવઈમાં આયોજીત ટેક્નોલોજી ફેસ્ટીવલમાં વડોદરાના નાના પણ રાઈના દાણા જેવા વિશાને સોલર અપડ્રાફ્ટ ટાવર બનાવ્યુ હતુ. તેમાં એક કાળારંગના સોલર ટાવરમાં તેણે સોલર પેનલ બનાવી હતી અને તેમાં સોલર એનર્જીની મદદથી વિજળી ઉતપન્ન કરી શકાય તેવુ મોડલ રજુ કર્યુ હતુ.