ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી વાર્તા
Written By મોનિકા સાહૂ|
Last Updated : ગુરુવાર, 7 જાન્યુઆરી 2016 (13:35 IST)

રણ ઉત્સવ 2015 Rann utsav 2015 -16

ગુજરાતની ધરતી પર આવેલું કચ્છ નું રણ ની વાત કરતા જ ત્યાં ના હસ્ત કળાની તસ્વીરો સામે આવી જાય છે. અને ડિસેમ્બર આવતા જ અમને સૌથી પહેલા યાદ આવી જાય છે સફેદ રણ ની  white deseret (Rann utsav )  
 
ગુજરાતની ધરતી પર કુદરતની બધી સૌંદર્યતા જોવા મળે છે જેમ કે દરિયો , રણ , પહાડી , સિંહો  આ બધા પ્રાકૃતિક સૌંદર્યતાથી આખી દુનિયા વાકેફ પણ છે. 
 
કચ્છનું રણ, એ મોસમી ક્ષાર લવણ(salt marsh)છે જે કચ્છ રણમાં આવેલ છે. આ ભાગ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે, અને તેનો અમુક ભાગ સિંધ પાકિસ્તાનમાં આવેલ છે. સફેદ રણ ધોરડો ગામમાં આવેલ છે. આ રણ રણોત્સવના સમયગાળાની ઋતુ ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધી
 
કચ્છનું મોટું રણ એ કચ્છના નાનું રણ એ ૩૦૦૦૦ ચો. કિમી નું ક્ષેત્ર છે જે સિંધુ નદીના મુખથી કચ્છના અખાત સુધી વિસ્તરેલો છે. આ અરબી સમુદ્રનો છીછરો ભાગ હતો. અસ્ખલીત ઉર્ધ્વગામી ભૂસ્તરીય હલન ચલનને કારણે આ ક્ષેત્ર અરબી સમુદ્રથી છૂટો પડી ગયો.અને એક મોટા તળાવ નુ નિર્માણ થયું. 

સફેદ રણની સુંદરતાના વર્ણન શબ્દોમાં ન કરી શકાય પણ એ દૃશ્ય અનેરું હોય છે 

નીલો આભ સફેદ ધરતી અને એના પર સૂરજની લાલ કિરણો જેને જોવા દેશ-વિદેશથી લોકો ઉમટી પડે છે.