Success mantra- ખુશ રહેવાનું રહસ્ય
એક સમયની વાત છે એક ગામમાં મહાન ઋષિ રહેતા હતા. લોકો તેમની પાસે તેમની મુશ્કેલી લઈને આવતા હતા ને ઋષિ તેમનો માર્ગદર્શન કરતા. એક દિવસ એક માણસ ઋષિ પાસે આવ્યું અને ઋષિથી એક પ્રશ્ન પૂછ્યું. તેને ઋષિથી પૂછ્યું કે ગુરૂદેવ હું જાણવા ઈચ્છું છું કે હમેશા ખુશ રહેવાનુ રહસ્ય શું છે? ઋષિએ કીધું તમે મારી સાથે જંગલમાં હાલો, હું તમને ખુશ રહેવાનો રહસ્ય જણાવું છું.
આવું કહીને ઋષિ અને તે માણસ જંગલ તરફ હાલવા લાગ્યા. રસ્તામાં ઋષિને એક મોટું પત્થર ઉઠાવ્યું અને તે માણસથી કીધું કે તેને પકડીને હાલો. તે માણસએ પત્થર ઉઠાવ્યું અને તે ઋષિ સાથે સાથે જંગલની તરફ હાલવા લાગ્યું.
થોડા સમય પછી તે માણસના હાથમાં દુખાવા થવા લાગ્યું. પણ એ ચુપ રહ્યું અને ચાલતા રહ્યું. પણ જ્યારે ચાલતા ચાલતા બહુ સમય વીતી ગયું અને તે માણસથી દુખાવો સહન ન થયું તો તે ઋષિએ કહ્યું કે તેને દુખાવો થઈ રહ્યું છે. તો ઋષિએ કીધું કે આ પત્થરને નીચે મૂકી નાખો. પત્થરને નીચે રાખવાથી તે માણાસને રાહત અનુભવ થઈ.
ત્યારે ઋષિએ કીધું કે આ જ છે ખુશ રહેવાનું રહસ્ય. માણસે કીધું શું હું સમજયો નથી.
તો ઋષિએ કીધું કે જે રીતે આ પત્થરને એક મિનિટ સુધી હાથમાં રાખવાથી થોડું દુખાવા હોય છે અને તેને એક કલાક સુધી હાથમાં રાખો તો થોડું વધારે દુખાવો હોય છે અને જો તેને વધારે સમય સુધી ઉઠાવી રાખશો તો દુખાવો વધતું જશે. તે જ રીતે દુખના ભારને જેટલું વધારે ઉઠાવી રાખશો તેટલું વધારે અમે દુખી અને નિરાશ થતા રહેશું. એ અમારા પર નિર્ભર કરે છે કે અમે દુખોને એક મિનિટ સુધી ઉઠાવીશ કે તેને જીવનભર. જો તમે ખુશ રહેવા ઈચ્છો છોત ઓ દુખ રૂપી પત્થરને જલ્દીથી નીચે મૂકી દો અને થાય તો ઉપાડો જ નહી તો સારું.