મંગળવાર, 22 નવેમ્બર 2022
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી વાર્તા
Written By
Last Updated: બુધવાર, 12 જાન્યુઆરી 2022 (00:20 IST)

સ્વામી વિવેકાનંદ - એક કોલ ગર્લને કારણે સ્વામી વિવેકાનંદે ખુદને એક રૂમમાં બંધ કરી લીધા હતા

Interesting facts of Swami Vivekananda

દરેક વર્ષે  12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ હોય છે. આ દિવસે યુવા દિવસના રૂપમાં પણ યાદ કરવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે સ્વામી વિવેકાનંદ એક સંન્યાસી હતા જેમણે લોકોને પ્રેમ અને શાંતિનો પાઠ ભણાવ્યો હતો પણ શુ આપ જાનૉ છો કે તેમને પ્રેમ અને લાગણીની સાચી શિક્ષા એક સેક્સ વર્કર તરફથી મળી હતી. ભારતના દાર્શનિક ઓશોએ "The Heart of Yoga: How to Become More Beautiful and Happy" પુસ્તકમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. 
 
આ ત્યારની વાત છે જ્યારે વિવેકાનંદ અમેરિકા જવા અને વિશ્વ પ્રસિદ્ધ વ્યક્તિ બનતા પહેલા થોડા દિવસ માટે જયપુરમાં રોકાયા હતા. જયપુરના રાજા વિવેકાનંદના ખૂબ મોટા પ્રશંસક હતા. તેમના સ્વાગતમાં શાહી પરંપરા મુજબ રાજાએ અનેક નર્તકીઓને બોલાવી જેમા એક ખૂબ જાણીતી સેક્સ વર્કર પણ હતી. 
 
જો કે રાજાને ટૂંક સમયમાં જ પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો કે તેમણે એક સંન્યાસીના સ્વાગતમાં કોલ ગર્લને નહોતા બોલાવવા જોઈએ. પણ ત્યાર સુધી બધી વ્યવસ્થા થઈ ગઈ હતી અને તે કોલ ગર્લ મહેલમાં આવી ચુકી હતી. આ સમયે વિવેકાનંદ અપૂર્ણ સંન્યાસી હતા, તેથી તેઓ આ જાણીને ખૂબ પરેશાન થયા કે મહેલમાં કોલ ગર્લ આવી છે. 
 
વિવેકાનંદ એ સમયે સંન્યાસી બનવાના માર્ગ પર હતા તેથી તેઓ પોતાના કામ ભાવનાઓ પર નિયંત્રણ કરી રહ્યા હતા. તેમણે ખુદને એક રૂમમાં બંધ કરી લીધા અને બહાર આવવાથી ઈનકાર કરી દીધો. રાજાએ વિવેકાનંદ પાસે આ વાતને લઈને ક્ષમા માંગતા કહ્યુ કે તેમણે પહેલા ક્યારેય પણ કોઈ સંન્યાસીની મેજબાની નથી કરી તેથી તેમને ખબર નહોતી કે આવુ નહોતુ કરવુ જોઈતુ હતુ. 
 
રાજાએ વિવેકાનંદને નારાજ ન થવાનુ અને રૂમમાંથી બહાર આવવાની વિનંતી કરી પણ વિવેકાનંદ ખૂબ ગુસ્સામાં હતા અને બહાર આવવાથી ઈનકાર કરી દીધો. વિવેકાનંદની વાત કોલ ગર્લના કાન સુધી પહોંચી ગઈ. 
 
ત્યારબાદ સેક્સ વર્કરે ગાવાનુ શરૂ કર્યુ જેનો અર્થ હતો, મને ખબર છે કે હુ તમારા યોગ્ય નથી. પણ તમે તો દયાળુ બની શકતા હતા. મને જાણ છે કે હુ રસ્તાની ધૂળ છુ. પણ તમારે તો મારા માટે પ્રતિરોધી નહોતુ થવુ જોઈતુ હતુ. હુ કશુ નથી. હુ અજ્ઞાની છુ. પાપી છુ પણ તમે તો સંત છો તો પછી તમે મારાથી કેમ ભયભીત થઈ ગયા  ?
 
આ સાંભળીને વિવેકાનંદને અચાનક પોતાની ભૂલનો એહસાસ થયો. તેમને લાગ્યુ કે તેઓ કોલ ગર્લનો સામનો કરવાથી આટલા કેમ ડરી રહ્યા છે ? તેમા શુ ખોટુ છે ? શુ તેઓ અપરિપક્વ વ્યવ્હાર કરી રહ્યા છે  ? તેમણે ત્યારે અનુભવ કર્યો કે તેમના મનમાં કોઈ ભય છે.  જો તેઓ સેક્સ વર્કર માટે આકર્ષણ નથી અનુભવી રહ્યા તો તેમને શાનો ભય ? તેઓ શાંતિથી રહેશે. તેઓ ખુદને કોલ ગર્લની સામે હારેલા અનુભવ કરી રહ્યા હતા. 
 
ત્યારબાદ વિવેકાનંદે દરવાજો ખોલ્યો અને કોલ ગર્લનુ ખુલ્લા મનથી અભિવાદન કર્યુ. તેમણે કહ્યુ પરમાત્માએ મને નવા જ્ઞાનનો એહસાસ કરાવ્યો છે.  હુ પહેલા ગભરાયેલો હતો. મારી અંદર થોડી વાસના બચી હતી કદાચ તેથી હુ ડરી રહ્યો હતો. આ મહિલાએ મને સંપૂર્ણ રીતે હરાવી દીધો અને મે આવી શુદ્ધ આત્મા પહેલા ક્યારેય જોઈ નથી. 
 
તેમણે આગળ કહ્યુ, હવે હુ એ મહિલા સાથે પથારી પર સૂઈ પણ શકુ છુ. અને મને કોઈ ભય નથી. એક કોલ ગર્લને કારણે વિવેકાનંદ વધુ મહાન બની ચુક્યા હતા.