અંકુરિત ભેલ ચાટ..

નઇ દુનિયા|
N.D
સામગ્રી - અધકચરી બાફેલા 100 ગ્રામ અંકુરિત મગ, બે ત્રણ બાફેલ બટાકા, બે-ત્રણ ટામેટા, બે ડુંગળી, એક લીંબૂ, બે-ત્રણ સ્લાઈસ કાકડી, એક વાડકી ઝીણી સેવ, અડધી વાડકી ટામેટા સોસ, અડધી વાડકી મગફળી સેકીને છોલેલી, લીલા ધાણા ઝીણા સમારેલા, એક ચમચી સંચળ, એક ચમચી ચાટ મસાલો, અડધી ચમચી જીરુ, એક ચમચી તેલ.

બનાવવાની રીત - કડાહીમાં તેલ ગરમ થતા જીરુ નાખીને અંકુરિત મગને સેકો. પછી મગને એક મોટી વાડકીમાં રાખી મુકો. બાકીની બધી સામગ્રીને મિક્સ કરી લો. પછી મગફળીના દાણા નાખો. સૌથી છેલ્લા સોસ નાખીને સજાવી લો. ગરમા ગરમ સર્વ કરો. અંકુરિત તૈયાર છે.


આ પણ વાંચો :