ક્રિસ્પી રેસીપી - કોર્ન ટિક્કી

વેબ દુનિયા|

W.D
સામગ્રી- 1/2 કપ પનીર,2 ટી .સ્પૂન માખણ,1 ટી સ્પૂન મેદો, 1/2 કપ દૂધ, 4 બટાકા બાફેલા અને મસળેલા 1 ઝીણી સમારેલી ડુંગળી 1/3 કપ છીણેલું ચીઝ, 1 કપ સ્વીટ કોર્ન, 2 ટી સ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં ,મીઠું સ્વાદ પ્રમાણે.

બનાવવાની રીત - એક પેનમાં માખણ નાખી ગરમ કરો. હવે તેમા મેંદો નાખી ધીમા તાપે સેકો. ધીમે-ધીમે તેમાં દૂધ નાખી ઘાટો પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં પનીર, બટાકા, ડુંગળી, ચીઝ, સ્વીટ કોર્ન લીલા મરચાં, લીલો કોથમીર,મીઠું સ્વાદ પ્રમાણે નાખી મિક્સ કરો

આ પેસ્ટને તેજ તાપ પર 3-4 મિનિટ સુધી થવા દો. મિશ્રણ ઠંડુ થયા પછી નાની નાની ગોળ ટિક્કીનો આકાર આપી એક નોનસ્ટિક પેન પર તેલ લગાવી સોનેરી થાય ત્યાં સુધી સેકો. લીલી ચટણી સાથે સર્વ કરો.


આ પણ વાંચો :