ગુજરાતી રેસીપી- અથાણા મસાલા

Last Modified બુધવાર, 12 એપ્રિલ 2017 (15:36 IST)
ભોજનનો સ્વાદ વધારવું હોય કે શાક બનાવામાંનો મન નહી હોય તો આ અથાણાનો મસાલો બહુ કામ આવે છે. જો તમને પણ તેનું ટેસ્ટ પસંદ છે તો જાણો કે અથાણાનું મસાલો ઘરે કેવી રીતે તૈયાર કરાય... 
સામગ્રી- 
અડધા કપ મેથી દાણા 
એક કપ સરસવના દાણા 
2 મોટી ચમચી હળદર પાવડર 
અઢી કપ આખી લાલ મરચા 
એક નાની ચમચી હીંગ 
 
વિધિ- 
-સૌથી પહેલા બધા મસાલાને એક થાળીમાં મૂકી 10-12 કલાક સુધી તડકામાં સુકાવી લો. આવું કરવાથી મસાલા જલ્દી રોસ્ટ થઈ જશે. 
- ગૈસ પર કડાહી રાખો અને ધીમા તાપ પર બધા મસાલાને 1 થી 2 મિનિટ સુધી શેકવું. ધ્યાન રાખો કે આ બળે નહી. 
- તમે ઈચ્છો તો આ મસાલાને એક પ્લેટમાં ફેલાવીને માઈક્રોવેવમાં પણ હાઈ મોડ પર રોસ્ટ કરી લો . 
- તમે બધા આખા મસાલાને ગ્રાઈંડર જારમાં નાખી દરદરો વાટી લો અને પછી કોઈ પણ અથાણું બનાવતા સમયે તેનો ઉપયોગ કરો. 


આ પણ વાંચો :