ગુજરાતી રેસીપી - ટેસ્ટી અને હેલ્ધી ઓનિયન રિંગ્સ

Last Modified મંગળવાર, 5 એપ્રિલ 2016 (15:39 IST)
આજે અમે તમને સાવરના નાસ્તા માટે એક હેલ્દી અને ટેસ્ટી રેસીપી ઓનિયમ રિંગ્સ વિશે જણાવી રહ્યા છે જે ખાવમાં સ્વાદિસઃટ ક્રિસ્પી અને ચટપટું છે. 
સામગ્રી
4 ડુંગળી
¾ કપ મલ્ટીગ્રેન લોટ
3 ગ્રામ સફેદ મરીનો ભુક્કો
1 કપ બેસન
2 ચમચી બેકિંગ પાઉડર
1 ¼ કપ બ્રેડ ક્રમ્સ
 
રીત
ડુંગળીને ગોળ -ગોળ  કાપી ઠંડા પાણીમાં રાખો. પછી તેની રિંગ્સને જુદા કરી લો. એક બાઉલમાં મલ્ટીગ્રેન લોટ અને સફેદ મરીનો ભુક્કો મિક્સ કરી લો. આ મિશ્રણમાં ડુંગળીની રિંગ્સને લપેટી લો. હવે એક બાઉલમાં ચણાનો લોટ અને બેકિંગ સોડા મિક્સ કરો અને જરૂર મુજબ પાણી રેડીને ખીરૂ તૈયાર કરો. આ ખીરામાં લોટવાળી રિંગ્સ ડુબાડીને કાઢી લો અને થોડીવાર એમ જ રહેવા દો. પછી તેને બ્રેડ બૂકાથી કોટ કરી લો. હવે આ રિંગ્સને ડીપ ફાય પણ કરી શકો છો અને એને માઈક્રોવેવમાં બેક્સ્ડ પણ કરી શકો છો. 10 મિનિટ માટે બેક કરી લો. પછી તેને પલટીને ફરી 8-10 મિનીટ ક્રિસ્પી થાય તે રીતે બેક કરી લો. તૈયાર છે ગરમાગરમ અનિયન રિંગ્સ તેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
 


આ પણ વાંચો :