ગુજરાતી રેસીપી - ઢોકળા

dhokla
 
સામગ્રી - ચોખા 300 ગ્રામ, અડદની દાળ 100ગ્રામ, દહીં 1/2 કપ, 6થી 8 લીલા મરચા, આદુનો ટુકડો, ચપટી હિંગ, 1 ચમચી ખાંડેલી મરી. મીઠુ પ્રમાણસર.

બનાવવાની રીત  - ચોખા અને અડદની દાળને ભીના કપડાથી લૂછીને મિક્સ કરો અને કરકરો લોટ તૈયાર કરો. ખાટુ દહીં અને ગરમ પાણી નાખી જાડુ ખીરુ તૈયાર કરો મિશ્રણને 6 થી 7 કલાક મૂકી રાખો અને આથો આવવા દો. ત્યારબાદ આદુ મરચા વાટીને ખીરામા ઉમેરો.

હવે એક થાળીમાં તેલ લગાવીને તેમાં ખીરુ પાથરી તેની પર મરી પાવડર ભભરાવી તેને વરાળ પર બફાવા દો. બફાયા પછી તેના કાપા પાડીને તેલ ગરમ કરી રાઈનો વધાર નાખી થવા દો. હવે આ ઢોકળા ધાણાની કે નારિયળની ચટણી સાથે સર્વ કરો.


આ પણ વાંચો :