રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: ગુરુવાર, 8 જૂન 2017 (13:31 IST)

ગુજરાતી રેસીપી- Poha Dhokla

ગુજરાતી રેસીપી- પૌઆ ઢોકલા 
સવારના નાસ્તામાં ઢોકલા બનાવા માટે આ સરસ ઓપ્શન છે પૌઆ ઢોકલા માટે કોઈ તૈયારીની જરૂર નથી . તેથી વેબદુનિયા ગુજરાતી સાથે બનાવો આ નાશ્તા ...પૌઆ ઢોકલા 

સામગ્રી 
1/2 કપ પૌઆ 
1/2 કપ સોજી 
1 કપ દહીં 
1 ટી સ્પૂન લીલા મરચાની પેસ્ટ 
મીઠું સ્વાદપ્રમાણે 
1 ટીસ્પૂન ફ્રૂટ સાલ્ટ 
1 ટીસ્પૂન તેલ 
1/2 ટી સ્પૂન સરસવ 
એક ચપટી હીંગ 
 
વિધિ-
1.દહીં અને 1 કપ પાણીને વાસણમાં નાખી સારી રીતે મિક્સ કરો. 
2. હવે તેમાં સોજી, પૌઆ લીલા મરચાની પેસ્ટ અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરો અને 10મિનિટ માટે એક સાઈડ મૂકો. 
3. ઢોકલા બનાવતા પહેલા મિશ્રણ પર ફ્રૂટ સાલ્ટ અને 2 ટીસ્પૂન પાણી ઉપરથી નાખવું. 
4. જ્યારે ફીણ આવે ત્યારે મિશ્રણને ધીમેધીમે મિક્સ કરો. 
5. હવે થાળીમા તેલ લગાવી મિશ્રણ નાખી અને એકસરખું કરી ફેલવો. 
6. હવે સ્ટીમરમાં 10 થી 12 મિનિટ ઢોકળા સ્ટીમ કરો અને એક તરફ મૂકો. 
7. એક પેનમાં તેલ ગરમ કરો અને રાઈ નાખો. 
8. જ્યારે રાઈ તડકે તો તેમાં હીંગ નાખો. મધ્યમ તાપ પર શેકી અને આ તડકાને ઢોકળા પર ફેલાવો. 
9. થોડું ઠંડુ થવા માટે મૂકો અને ચોરસ કાપી તેને કોથમીરથી ગાર્નિશ કરો.