ચટાકેદાર શાક - દમ આલુ

સામગ્રી | વેબ દુનિયા|

P.R
સામગ્રી - 500 ગ્રામ બટાટા(નાની સાઈઝના) જીરુ - એક ચમચી, ચપટી હિંગ, 2 ડુંગળીની પેસ્ટ, એક ચમચી આદુ લસણનુ પેસ્ટ, ત્રણ ટામેટાની ગ્રેવી, એક ટેબલ સ્પૂન લાલ મરચુ, એક ટેબલ સ્પૂન ધાણાજીરુ, હળદર અડધી ચમચી, જીરા પાવડર એક ચમચી, અડધી ચમચી ગરમ મસાલો. તેલ, મીઠુ સ્વાદ મુજબ.

બનાવવાની રીત - સૌ પ્રથમ નાના બટાકાને છોલી તેમા સોઈ કે કાંટાની મદદથી કાણા પાડી લો. આ બટાકાને મીઠાના પાણીમાં 20 મિનિટ રાખી મુકો, પછી તેને સાફ કપડાથી લૂંછી લો. હવે આ બટાકાને તેલમાં તળી લો. જ્યારે બટાકા ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યારે તેને તે બટાકાને ધીરે ધીરે બહાર કાઢી લો. તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂ અને હીંગ નાખો. જીરૂ તતડી જાય એટલે તેમાં ડુંગળી સાંતળવા માટે ઉમેરો. ડુંગળી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળવી. ત્યાર બાદ તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરીને બે ત્રણ મિનિટ સુધી સાંતળવું. હવે ટામેટાની ગ્રેવી નાખીને 2 મિનિટ થવા દો. હવે તેમા મીઠું, જીરા પાઉડર, ધાણાજીરૂનો પાઉડર, હળદરનો પાઉડર, લાલ મરચું નાખીને બરાબર હલાવો .
હવે તેમાં તળેલા બટાકા નાખીને દમ આલુનું શાક બરાબર હલાવી લેવું. શાકમાં મીડિયમ ગ્રેવી રાખો. તૈયાર છે ચટાકેદાર દમ આલુનું શાક. આ શાક પરાઠા કે જીરા રાઈસ સાથે સર્વ કરો.


આ પણ વાંચો :