ચાઈનીઝ ઢોસા ડિલાઈટ

નઇ દુનિયા|

N.D
સામગ્રી - 1 કપ અડદની દાળ, 3 કપ ચોખા, સ્વાદમુજબ મીઠુ, 1 કપ મિક્સ શાકભાજી (કોબીઝ, શિમલા મરચુ, ગાજર, લીલી ડુંગળી), 1/4 કપ અંકુરિત મગ, જરૂર મુજબ તેલ, 1 ટી સ્પૂન સોયા સોસ, 1 ટી સ્પૂન વિનેગર, 1 ટેબલ સ્પૂન ટોમેટો સોસ, 1/2 ટે સ્પૂન વાટેલા કાળા મરી.

બનાવવાની રીત - સૌ પ્રથમ ચોખા અને અડદની દાળને સાફ કરીને આખી રાત પલાળો. સવારે વાટીને તેમા મીઠુ મિક્સ કરીને થોડીવાર આથો આવવા માટે મુકી રાખો. મસાલો ભરવા માટે એક કઢાઈમાં એક ચમચી તેલ ગરમ કરો. તેમા આદુ-લસણનું પેસ્ટ નાખો. હવે તેમા બધી શાકભાજી, અંકુરિત મગ નાખીને વધુ તાપ પર હલાવત શેકો. થોડીવાર પછી તેમા સોયા સોસ, ટોમેટો સોસ, વિનેગર, મીઠુ, કાળા મરી નાખીને બે મિનિટ વધુ થવા દો. ઢોસાના મિશ્રણ દ્વારા નોનસ્ટિક તવા પર ઢોસા બનાવો. તેમા વચ્ચે મસાલો(મિક્સ શાકભાજી)ભરીને ફોલ્ડ કરો. લો તૈયાર છે ચાઈનીઝ ઢોસા ડિલાઈટ. તેને ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો. તમે ધારો તો સાથે ચિલી સોસ પણ મુકી શકો છો.


આ પણ વાંચો :