ચાઈનીઝ રેસીપી - વેજીટેબલ મોમોસ

veg momos

સામગ્રી - એક કપ કાપેલા ફ્રેન્ચ બીન્સ, કાપેલા ગાજર, કાપેલી કોબીજ, એક ચમચી સોયા સૉસ, 1/4 કપ ઝીણી કાપેલી કોથમીર, સ્વાદ અનુસાર મીઠું, 2 લીલા મરચાં-કાપેલા, મેંદાનો લોટ(વેજિટેબલ સ્ટફ ભરવા માટે).

બનાવવાની રીત - સૌપ્રથમ મોમોસ બનાવવા માટે વેજિટેબલ્સ ભરવા મેંદાનો લોટ બાંધીને તૈયાર રાખો. બીજી તરફ બધી સામગ્રીને મિક્સ કરીને 10 ભાગમાં વહેંચી લો. હવે મેંદાના લોટમાંથી પૂરી વણીને તૈયાર કરો. તેમાં તૈયાર કરેલો વેજિટેબલ સ્ટફ ભરો. તેને હવે મોમોસ કેસિંગમાં રાખીને કે હાથથી ગોળ કે ઘુઘરા જેવો આકાર આપો. તેલ ગરમ કરી ગોલ્ડન થાય ત્યાંસુધી તળો. સૉસ કે ચટણી સાથે સર્વ કરો.


આ પણ વાંચો :