ચીઝ વેજીટેબલ કેક

વેબ દુનિયા|
N.D
સામગ્રી - 2કપ મિક્સ સમારેલી શાકભાજી(બટાકા, ગાજર, બીંસ, ફ્લાવર અને જે તમને પસંદ હોય) 1 ટેબલ સ્પૂન માખણ, 1 કપ દૂધ, 1 ટેબલ સ્પૂન મેંદો, સ્વાદમુજબ મીઠુ અને વાટેલા કાળા મરી, અડધો કપ કુકિંગ ચીઝ, 1 ડુંગળી(ઝીણી સમારેલી), અડધો ટી સ્પૂન સમારેલો લસણ.

બનાવવાની રીત - સૌ પહેલા શાકભાજીઓને નરમ થતા સુધી ઉકાળો. પછી તેને મેશ કરી જુદી મુકો. એક પેનમાં માખણ ઓગાળો. ત્યારબાદ તેમા સમારેલુ લસણ અને ડુંગળી નાખીને ગુલાબી થતા સુધી સેકો. પછી મેદો નાખીને સારી રીતે સેકો.
હવે તેમા દૂધ નાખો અને હલાવતા રહો. ઘટ્ટ થતા તેમા કાળા મરી અને મીઠુ નાખીને ગેસ બંધ કરો. હવે તેમા શાકભાજી મિક્સ કરો અને ગ્રીસ્ડ બેકિંગ ડિશમાં નાખો. ઉપરથી ચીઝ છીણીને નાખો અને પ્રીહિટેડ ઓવનમાં આ ચીઝ મેલ્ટ થતા સુધી બેક કરો. તૈયાર છે ટેસ્ટી ચીઝ વેઝીટેબલ કેક. આને ગરમાગરમ સર્વ કરો.


આ પણ વાંચો :