દહીં ખિચડી

નઇ દુનિયા|

N.D
સામગ્રી - 1/2 વાડકી ચોખા, 1 ચમચી ચણાની દાળ, 1 ચમચી અડદની દાળ, 2 વાડકી દહી, 1 ચમચી માખણ, 1 વાડકી પાણી, 2 લીલા મરચાં, ઝીણા કાપેલા લીલા ધાણા, 1/2 ચમચી જીરુ, 1/2 ચમચી મીઠુ, 1 ચમચી છીણેલુ આદુ, 1 ચમચી કોપરાનું છીણ.

બનાવવાની રીત - માખણ ગરમ કરો અને તેમા જીરુ, લીલા મરચાં, મીઠુ અને આદુ નાખીને પાણી નાખો. ચોખા અને બંને દાળને ધોઈને તેમા નાખો. ત્યારબાદ કુકરમાં એક સીટી લો. ઠંડી થયા પછી દહી અને કોપરાનું છીણ નાખીને સર્વ કરો.


આ પણ વાંચો :