પોટેટો વિથ ફુદીના

વેબ દુનિયા|

N.D
સામગ્રી - બટાકા 250 ગ્રામ, ફુદીના 1 ઝુડી, લીલા મરચાં 4, મીઠુ સ્વાદમુજબ, તેલ 1 મોટી ચમચી, આદુ 1 નાની ગાંઠ, જીરુ 1/4 ચમચી.

બનાવવાની રીત - બટાકાને ધોઈને ઉકાળી લો. તેને છોલીને અડધા ઈંચના ટુકડામાં કાપી લો. ફુદીનાને સાફ કરીને લીલા મરચા અને આદુની સાથે વાટીને તેનુ પેસ્ટ બનાવી લો. ગરમ તેલમાં જીરુ તતડાવી અને ફુદીનો આદુ અને લીલા મરચાંનુ પેસ્ટ નાખો. જ્યારે પેસ્ટ ફ્રાય થાય ત્યારે બટાકા અને મીઠુ નાખો. 3 મિનિટ ધીમા તાપ પર ઢાંકીને બફાવા દો. તૈયાર બટાકાને ગરમા ગરમ પરાઠાં સાથે સર્વ કરો.


આ પણ વાંચો :