ફરિયાળી વાનગી - સાબુદાણાની કટલેસ

P.R
સામગ્રી - 1 કપ સાબુદાણા, અડધો કપ શેકેલી મગફળી, 3-4 મધ્યમ આકારના બાફેલા બટાકા, 5-6 લીલી મરચાં, કોથમીર, સ્વાદ અનુસાર મીઠું, તળવા માટે તેલ.

બનાવવાની રીત - સાબુદાણાને ધોઇને 1 કલાક પાણીમાં પલાળી રાખો. હવે 2-3 કલાક માટે પાણીમાંથી બહાર કાઢી રહેવા દો. બાફેલા બટાકાને મેશ કરી લો. લીલી મરચાં અને કોથમીરને બારીક કાપી લો. શેકેલી મગફળીને પીસી લો.
વેબ દુનિયા|
હવે સાબુદાણામાં બટાકા, લીલા મરચાં, મગફળી, લીલી કોથમીર મિક્સ કરો. ભીના હાથે આ મિશ્રણમાંથી કટલેટ્સ બનાવો. બધા મિશ્રણમાંથી આ રીતે કટલેટ્સ બનાવી લો. ગરમ તેલમાં સોનેરી રંગની થાય ત્યાંસુધી બધી કટલેટ્સ તળો. કોથમીર મરચાંની લીલી ચટણી સાથે ગરમાગરમ કટલેટ્સ સર્વ કરો.


આ પણ વાંચો :