બટાકાની ભાખરવડી

વેબ દુનિયા|

N.D
સામગ્રી : લોટ બાંધવા માટે : 150 ગ્રામ મેંદો, 50 ગ્રામ ચણાનો લોટ, 50 ગ્રામ તેલ, સ્વાદ અનુસાર મીઠું.
ભાખરવડીના માવા માટે : 250 ગ્રામ બટાકા(બાફેલા), 1 ટેબલ સ્પૂન તેલ, ચપટી હીંગ, અડધી ચમચી રાઈ, 1 ટેબલ સ્પૂન તલ, 1/4 ચમચી હળદરનો પાવડર, 1 નાની ચમચી ધાણાજીરું, 1/4 લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું, 1/4 ચમચી ગરમ મસાલો, 1 ચમચી કાપેલી કોથમીર.

બનાવવાની રીત : મેંદો અને ચણાના લોટને વાસણમાં ચાળીને કાઢી લો. 2-3 ટેબલસ્પૂન સૂકો મેંદો બચાવી રાખો. બચેલા મેંદામાં મીઠું અને તેલ નાંખી સારી રીતે મિક્સ કરી દો.
થોડું થોડું પાણી નાંખી પૂરીનો લોટ બાંધો તેમ કઠણ લોટ બાંધી લો. લોટને ઢાંકીને 20 મિનિટ માટે મૂકી રાખો. બીજી તરફ બટાકાનો માવો બનાવી તૈયાર કરી લો.બટાકાને છોલીને ઝીણા સમારી લો. કઢાઈમાં તેલ નાંખીને ગરમ કરો, ગરમ તેલમાં હીંગ અને જીરું નાંખો. જીરુ સામાન્ય સંતળાયા બાદ રાઈ નાંખો. રાઈ તતડવા લાગે એટલે તેમાં તલ નાંખો. તલ સામાન્ય બ્રાઉન રંગ પકડે એટલે હળદર પાવડર, ધાણાજીરું નાંખી સામાન્ય સાંતળો. હવે તેમાં બટાકા નાંખો. લાલ મરચું, ગરમ મસાલો પણ નાંખી દો. મસાલા સાથે બટાકાને સાંતળી લો અને સારી રીતે મેસ કરી મિક્સ કરી દો. ભાખરવડીમાં ભરવા માટેનો માવો તૈયાર છે. માવામાં કાપેલી કોથમીર સારી રીતે મિક્સ કરી લો.
બીજી તરફ ગૂંથેલા લોટને 3 ભાગમાં વહેંચી દો. એક ભાગને ઉઠાવી સારી રીતે મસળી લૂઆ બનાવો. લૂઆને પરોઠા જેવા પાતળ 8-10 ઇંચના વ્યાસમાં વણી લો. વણેલી પૂરી 3-4 ચમચી બટાકાનું મિશ્રણ મૂકીને સરખી રીતે પાથરી દો. ચમચીની મદદથી બટાકાના માવાને સારી રીતે પાતળા લેયરમાં દબાવી દો.પૂરીની ઉપર માવો ચોપડી દીધા બાદ તેને એક તરફથી ઉપાડીને રોલ વાળતા હોવ તે રીતે વાળી લો. બંને ખુલ્લી કિનારીને હાથથી દબાવી બંધ કરી દો.
રોલને અડધા કે પોણા ઇંચના ટૂકડાંમાં કાપી લો. બધા ટૂકડાં કાપી લીધા બાદ ભાખરવડીનો એક ટૂકડો ઉઠાવી તેની બંને બાજુએ મેંદા કે ચણાનો લોટ લગાવી આંગળીઓની મદદથી સારી રીતે ચોંટાડી દો. જેથી બટાકાનો માવો ભાખરવડી તળતી વખતે બહાર ન નીકળી જાય. આ રીતે બધી ભાખરવડીના છેડાઓ પર મેંદા કે ચણાનો લોટ ચોપડી લો.

હવે ભાખરવડી તળવા માટે કઢાઈમાં તેલ નાંખીને ગરમ કરો. તેલ સારી રીતે ગરમ થઇ જાય એટલે ભાખરવડી તેલમાં નાંખીને મધ્યમ અને ધીમી આંચે બ્રાઉન રંગની થાય ત્યાંસુધી તળો. આ રીતે તમામ ભાખરવડી તળી લો.લીલી ચટણી સાથે ગરમા ગરમ ભાખરવડી પીરસો.


આ પણ વાંચો :